ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનો તખરો તોળાઈ રહ્યો છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના સમુદ્ર કિનારાના વિસ્તારોમાં વાવાઝોડાથી સૌથી નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવાઝોડું આજે અને કાલે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે કહેર વર્તાવી શકે છે. 15 જૂનના રોજ વાવાઝોડું જખૌ પોર્ટ નજીક લેન્ડ ફોલ કરશે અને તેની અસર 6 કલાક સુધી રહી શકે છે. આ જ કારણે શિક્ષણ વિભાગે શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S)ની મુખ્ય પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે.
શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S) ની મુખ્ય પરીક્ષા તા.૧૮/૦૬/૨૦૨૩ ના રોજ યોજાનાર હતી. બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી, હવે TAT(S) મુખ્ય પરીક્ષા તા.૨૫/૦૬/૨૦૨૩ ના રોજ યોજવાનો નિર્ણય જાહેર હિતને ધ્યાનમાં રાખી લેવામાં આવે છે.
— Dr. Kuber Dindor (@kuberdindor) June 14, 2023
શિક્ષણ મંત્રી કુબેર ભાઈ ડિંડોરે કર્યું ટ્વીટ
શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S) ની મુખ્ય પરીક્ષા તા.૧૮/૦૬/૨૦૨૩ ના રોજ યોજાનાર હતી. બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી, હવે TAT(S) મુખ્ય પરીક્ષા તા.૨૫/૦૬/૨૦૨૩ ના રોજ યોજવાનો નિર્ણય જાહેર હિતને ધ્યાનમાં રાખી લેવામાં આવે છે.
— Dr. Kuber Dindor (@kuberdindor) June 14, 2023શિક્ષણ વિભાગે શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S)ની મુખ્ય પરીક્ષાઆગામી તા.18 જૂનના રોજ યોજાનાર હતી. બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી આ મુખ્ય પરીક્ષા મોકૂફ રાખી હવે TAT(S)ની મુખ્ય પરીક્ષા તા.25 જૂનના રોજ યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું શિક્ષણ મંત્રી કુબેર ભાઈ ડિંડોરે ટ્વીટરના માધ્યમથી પરીક્ષા મોકુફીના સરકારના નિર્ણય અંગે જાણકારી આપી હતી.
ઉમેદવારો માટે હિતકારી નિર્ણય
રાજ્યના શિક્ષણ વિભાગના આ મહત્વના નિર્ણયથી કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓના પરીક્ષાર્થી ઉમેદવારોને વિશેષ રાહત મળશે. સંભવિત વાવાઝોડાની અસરને પરિણામે વાંચન સહિતની તૈયારીઓ ન કરી શકનાર ઉમેદવારોને તૈયારી માટે પૂરતો સમય પણ મળી રહેશે.