ઈસ્લામિક સ્કોલર તારીક ફતેહનું કેનેડામાં નિધન, પાકિસ્તાન કરતા ભારતમાં ઘણા લોકપ્રિય હતા


  • Published By :
  • Published Date : 2023-04-24 19:56:28

પાકિસ્તાની મૂળના ઈસ્લામિક વિદ્વાન તારેક ફતેહનું આજે સોમવારે લાંબી માંદગી બાદ નિધન થયું છે. તેમની પુત્રી નતાશાએ સોશિયલ મીડિયા મારફતે ફતેહના નિધનની જાણકારી આપી હતી. 73 વર્ષીય ફતેહ સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય હતા. તે ઘણીવાર ટીવી ડિબેટમાં જોવા મળતા હતા. તારેક ફતેહ જેહાદના કટ્ટર વિરોધી હતો. તે હંમેશા કહેતો કે બીજાનો જીવ લેવો એ જેહાદ નથી. ફતેહ હંમેશા પાકિસ્તાનની સરકાર અને સેનાનો વિરોધી રહ્યા હતા. તે પોતાને હિન્દુસ્તાની કહેતા હતા. 


ફતેહ પર પાકિસ્તાનમાં હતો પ્રતિબંધ


તારીક ફતેહનો જન્મ 20 નવેમ્બર 1949ના રોજ પાકિસ્તાનના કરાચી શહેરમાં થયો હતો. 1960 અને 70ના દાયકામાં તેઓ ડાબેરી વિચારધારાથી પ્રેરિત હતા. તે દરમિયાન પાકિસ્તાનમાં લશ્કરી શાસન હતું. ફતેહને બે વખત જેલમાં પણ જવું પડ્યું હતું. 1977માં જનરલ ઝિયા-ઉલ-હકે તેમના પર દેશ સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો અને તેમને અખબારોમાં કૉલમ લખવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી, વર્ષ 1987માં, તેમણે કેનેડા શિફ્ટ થવાનો નિર્ણય કર્યો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?