સોની સબ આવતી લોકપ્રિય સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ સમાચાર કોણ કલાકારની એન્ટ્રી કે એક્ઝિટના નથી પરંતુ તારક મહેતાની ભૂમિકા ભજવનાર શૈલેષ લોઢાએ અસિત મોદીની પ્રોડક્શન કંપની વિરૂદ્ધ કાયેદસરની કાર્યવાહી કરી છે. ત્યારે મળતી માહિતી અનુસાર પડતર પૈસા ન મળતા અસિત કુમાર મોદી વિરૂદ્ધ કેસ નોંધાવ્યો છે.
શૈલેષ લોઢાએ કરી અસિત કુમાર વિરૂદ્ધ ફરિયાદ!
ઘણા લાંબા સમયથી ચાલતા ટિવી સિરયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને અનેક કલાકારોએ અલવિદા કહી દીધું છે. દયા ભાભીનો રોલ નિભાવનાર દિશા વાકાણી અનેક વર્ષોથી શોમાં પરત ફર્યા નથી. તે સિવાય અનેક કલાકારોને રિપ્લેસ થઈ ગયા છે. તારક મહેતાનો રોલ નિભાવનાર શૈલેષ લોઢાએ થોડા સમય પહેલા જ સિરીયલને છોડી દીધી હતી. શો છોડ્યા બાદ પણ શૈલેષ લોઢા ચર્ચામાં રહ્યા હતા. અસિત કુમાર સાથે ચાલતી અનબન અનેક વખત સામે આવી છે.
શું પ્રોડક્શન હાઉસ વિરૂદ્ધ થશે કાર્યવાહી?
ત્યારે મળતી માહિતી અનુસાર શૈલેષ લોઢાને લગભગ એક વર્ષથી બાકી રહેલું પેમેન્ટ આપ્યું નથી. 6 મહિના સુધી રાહ જોયા બાદ પણ પેમેન્ટ ના મળતાં તેઓ કાયદસેરની કાર્યવાહી અસિત મોદીની પ્રોડક્શન કંપની વિરૂદ્ધ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલની પાસે ગયા અને આ મામલે કાર્યવાહી કરી હતી. અસિત કુમારે અત્યાર સુધી સેલેરી નથી આપી જે મામલે આવતા મહિને સુનાવણી હાથ ધરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.