ગૌ હત્યા અંગે તાપી જિલ્લા કોર્ટે આપ્યું નિવેદન, કહ્યું જો ગાય લુપ્ત થઈ જશે, તો બ્રહ્માંડનું અસ્તિત્વ પણ સમાપ્ત થઈ જશે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-23 16:40:10

હિંદુ ધર્મમાં ગાયને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે ગાયની અંદર અનેક દેવ-દેવતાઓનો વાસ હોય છે. ત્યારે ગાયને લઈને તાપી સેશન્સ કોર્ટે નિવેદન આપ્યું છે જે ચર્ચાનો વિષય બની છે. કોર્ટે પોતાના નિવેદનમાં કહ્યું કે ગાય માત્ર એક પ્રાણી નથી, પરંતુ માતા છે. જો ગૌ હત્યા બંધ કરી દેવામાં આવે તો ધરતીની તમામ સમસ્યાઓ ખતમ થઈ જાય.


ગાયને લઈ તાપી કોર્ટે આપ્યું નિવેદન    

અનેક લોકો ગાયને માતાનો દરજ્જો આપતા હોય છે. લોકો એવું પણ માને છે કે ગાયની અંદર દેવી-દેવતાઓનો વાસ રહેલો છે. ત્યારે તાપી સેશન્સ કોર્ટે ગાયને લઈને નિવેદન આપ્યું છે. તાપીની સેશન્સ કોર્ટે કહ્યું કે ગાય માત્ર પ્રાણી નથી પંરતુ માતા છે. ગૌ હત્યા બંધ કરી દેવામાં આવે તો ધરતીની તમામ સમસ્યાઓ ખતમ થઈ જાય.  જો ગાય દુ:ખી હશે તો આપણું ઘન અને સંપત્તિ ખતમ થઈ જશે. તેના છાણનો ઉપયોગ કરીને બનાવેલા ઘરો પર એટોમિક રેડિએશનની પણ અસર નથી થતી. જ્યારે ગૌમુત્રથી ઘણી બીમારીઓની સારવાર પણ થાય છે.    


આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આપ્યું નિવેદન 

આ સુનાવણી તાપી કોર્ટે ત્યારે કરી જ્યારે મહમ્મદ અમીન નામનો યુવાન ગેરકાયદેસર રીતે 16 ગાયને મહારાષ્ટ્રથી લઈ આવ્યો. તાપી કોર્ટે મહમ્મદ અમીનને ગેરકાયદેસર રીતે ગાય લઈ જવાના ગુનામાં 5 લાખ રૂપિયાનો દંડ અને આજીવન કેદની સજા ફટકારી છે. જજનું માનવું હતું કે જો ગૌ હત્યા અટકાવવામાં આવશે તો પૃથ્વીની તમામ સમસ્યા હલ થઈ જશે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?