મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લાના માંડવી ગામમાં અંદાજીત 55 ફીટ ઉંડા બોરવેલમાં તન્મય ફસાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા રેસ્ક્યુંની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. 84 કલાકથી વધુ બોરવેલમાં ફસાઈ ગયેલા તન્મયને બહાર કાઢવામાં આવ્યો હતો. બોરવેલમાંથી બહાર નિકાળ્યા બાદ તન્મયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પરંતુ તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો.
તન્મયને બહાર નિકાળવા રેસ્ક્યુ કરનારી ટીમે ઘણી મહેનત કરી
મંગળવાર સાંજે પાંચ વાગ્યે તન્મય પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો તે દરમિયાન તન્મય 55 ફીટ ઉંડા બોરવેલમાં પડી ગયો હતો. સૂચના મળતા જ એનડીઆરએફની ટીમે અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને રેસ્ક્યુ ઓપરેશનની શરૂઆત કરી. તન્મયને બહાર કાઢવા 30 ફીટની દૂરી પર બીજો ખાડો ખોદવામાં આવ્યો અને તન્મય સુધી પહોંચવાનો પ્રયત્ન કરાયો.
શિવરાજસિંહ ચૌહાણે કરી વળતર ચૂકવાની જાહેરાત
84 કલાક સુધી તન્મયને બચાવવાની કામગીરી કરવામાં આવી. ઘણી મહેનત કર્યા બાદ તન્મયને બહાર કાઢવામાં આવ્યો પરંતુ તેની મૃત્યુ થઈ ગયું હતું. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ આ ઘટનાને લઈ દુખ વ્યક્ત કર્યું છે. તન્મયની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરી છે. ઉપરાંત તન્મયના પરિવારને 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી છે.