તમિલનાડુંના એક દક્ષિણ પંથી સંગઠન હિંદુ મુન્નાનીએ ડો. બી.આર.આંબેડકરની પુર્ણ્યતિથિ પર બંધારણના રચયિતા આંબેડકરને ભગવા રંગના પોશાકમાં બતાવતા વિવાદ સર્જાયો હતો. આ પોસ્ટરો તમિલનાડુંના તંજાવુર જિલ્લામાં વિવિધ સ્થળો પર લગાવવામાં આવ્યા હતા. પોસ્ટરોમાં બાબા સાહેબ આંબેડકરને ભગવા કમીજ અને માથા પર તિલક લગાવતા બતાવ્યા છે. તે સાથે જ પોસ્ટરોમાં 'ચલો ભગવા નેતાનું મહિમામંડન કરવા' આ ટેગલાઈન પણ આપવામાં આવી છે.
Tamil Nadu | A poster showing BR Ambedkar in saffron clothes purportedly put by Indu Makkal Katchi on Ambedkar's death anniversary in Kumbakonam
"Ambedkar is a national leader," says Indu Makkal Katchi founder Arjun Sampath. pic.twitter.com/meqLtlrhsF
— ANI (@ANI) December 6, 2022
પોલીસે એક વ્યક્તીની કરી ધરપકડ
Tamil Nadu | A poster showing BR Ambedkar in saffron clothes purportedly put by Indu Makkal Katchi on Ambedkar's death anniversary in Kumbakonam
"Ambedkar is a national leader," says Indu Makkal Katchi founder Arjun Sampath. pic.twitter.com/meqLtlrhsF
આ મુદ્દે વિવાદ વધતા તમિલનાડુંના જ એક અન્ય હિંદુ સંગઠન ઈંદુ મક્કલ કાચીના સ્થાપક અર્જુન સંપતે સવાલ કર્યો કે આંબેડકર એક હિંદુ નેતા છે. જો પોસ્ટરોમાં તેમને હિંદુ પોશાકમાં બતાવવામાં આવ્યા હોય તો તેને લઈ વિવાદ થવો જોઈએ નહીં. જો કે વિદુથલાઈ ચિરૂથિગાલ કાચી (VCK)ના સ્થાનિક નેતાઓએ આ પોસ્ટરોને લઈ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે કુંભકોણમ પોલીસે ગુરૂમૂર્તિ નામના એક હિંદુ મુન્નાનીના એક પદાધિકારીની ધરપકડ કરી હતી.