થોડા સમય પહેલા ઓડિશાના બાલાસોરમાં એક રેલ્વે દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં અનેક ટ્રેનો એકસાથે અથડાતા અનેક લોકોના મોત થયા છે. ત્યારે વધુ એક રેલવે દુર્ઘટના તમિલનાડુમાં બની છે. મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનના ખાનગી કોચમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 10 જેટલા લોકોના મોત થયા છે, જ્યારે 50 જેટલા લોકો આ ઘટનામાં દાઝી ગયા છે. આ અંગે મળતી માહિતી અનુસાર જે કોચમાં આ દુર્ઘટના સર્જાઈ છે ત્યાં પ્રાઈવેટ પાર્ટી કોચમાં આગ લાગી છે.
આ દુર્ઘટનામાં અનેક જીંદગી જીવતી હોમાઈ
તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે એક રેલવે દુર્ઘટના સર્જાઈ છે. શનિવારે વહેલી સવારે લાગેલી આ આગમાં યુપીના 10 જેટલા લોકોના મોત થઈ ગયા છે. જે ટ્રેનમાં આ દર્ઘટના સર્જાઈ છે તે ટ્રેન લખનૌથી રામેશ્વર જઈ રહી હતી. ટ્રેનના ટૂરિસ્ટ કોચમાં આગ લાગી અને આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન મદુરાઈ સ્ટેશન નજીક પહોંચી હતી. ટ્રેનના કોચમાં ભયંકર આગ લાગી. આ દુર્ઘટનામાં અનેક જીંદગી જીવતી હોમાઈ ગઈ જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.
સવારે 5 વાગ્યની આસપાસ બની દુર્ઘટના
આગની અસર બીજા ડબ્બાઓ પર પણ પડી હતી. કોચમાં ભીષણ આગ લાગવાને કારણે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. આગ પર કાબુ મેળવવા માટે અનેક ફાયર ફાયટરોની મદદ લેવામાં આવી હતી. આ દુર્ઘટના 5.15 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી. 5.45 વાગ્યાની આસપાસ ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર ટ્રેનના કોચમાં ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર લઈ જવામાં આવ્યો હતો.