Tamil Nadu | જો તમે પણ ગૂગલ મેપના આધારે જતાં હોવ તો જોજો તમારી સાથે પણ આવું ન થાય! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-29 16:59:32

એક સમય હતો જ્યારે રસ્તો ન મળે તો લોકોને પૂછતા હતા. લોકો આપણને મદદ પણ કરતા હતા પરંતુ હવે જમાનો બદલાયો છે. લોકોને પૂછવા કરતા લોકો ગુગલ મેપમાં લોકેશન નાખીને ડેસ્ટિનેશન પર પહોંચી જાય છે. આને કારણે સરળતા થઈ છે પરંતુ અનેક વખત આપણને અનુભવ થયો હશે કે એવા એવા રસ્તા પર મેપ લઈ જાય છે કે તે આપણને નોર્મલ નથી લાગતા. ત્યારે એવો એક કિસ્સો ગુડાલુરથી સામે આવ્યો છે. ગુગલે એવો રસ્તો બતાવ્યો કે ગાડીને પગથિયા ઉતરવા પડ્યા. પગથિયા પર ગાડી ફસાઈ ગઈ. 

ગુગલ મેપે અનેક વખત ચઢાવ્યા હશે ગોથે!   

ડિઝિટલ યુગનો જમાનો આવી ગયો છે. ડિઝિટલ ક્રાંતિ થઈ રહી છે. લોકો ડિઝિટલ તરફ આગળ વધી રહ્યા છે. એક સમય હતો જ્યારે આપણે રસ્તામાં ક્યાંય અટવાઈએ ત્યારે આપણે ચાની લારી વાળા કાકાને અથવા તો રીક્ષાવાળા કાકાને પૂછતા કે આ જગ્યા પર કેવી રીતે પહોંચાય. પરંતુ હવે આપણે તેમાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા લાગ્યા છે. કોઈ પણ જગ્યા પર પહોંચવા માટે આપણે ગુગલ મેપનો ઉપયોગ કરીએ છીએ. જો રસ્તો ન મળે તો આપણે લોકેશન મંગાવી દઈએ છીએ. આપણે કહેતા હોઈએ છે કે ગુગલ મેપને કારણે સરળતા થઈ ગઈ. પરંતુ તમને પણ એવા અનુભવ થયા હશે કે ડેસ્ટિનેશન સામે જ હોય છે પરંતુ મેપ ઘણી વખત તેની આસપાસ ફેરવે છે. અલગ અલગ રસ્તા પર લઈ જાય છે વગેરે વગેરે... 


વેકેશન માણવા આવે છે અનેક લોકો 

આજે આવી ઘટના એક વ્યક્તિ સાથે બની જેમાં ગુગલ મેપે એવો રસ્તો બતાવ્યો કે ગાડી પગથિયા પર અટકી ગઈ, ભરાઈ ગઈ. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના છે ગુડાલુર હિલ સ્ટેશનની. આ ત્રણ રાજ્યો વચ્ચેનો ઈન્ટરસેક્ટિંગ પોઈન્ટ છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ફરવા આવતા હોય છે. કર્ણાટકથી કેટલાક લોકો સપ્તાહના અંતમાં રજાઓ માણવા આવ્યા હતા. વેકેશન ખતમ કરી તેઓ પાછા જઈ રહ્યા હતા ત્યારે તેમણે ગૂગલ મેપ્સ પર લોકેશન એન્ટર કર્યું. અને પોતાની એસયુવીમાં ગૂગલે બતાવેલા માર્ગ પર ચાલવાનું શરૂ કર્યું. 


સીડીઓ આવીને ગાડી અટવાઈ અને પછી....  

જે પ્રમાણે Google મેપ રસ્તો બતાવતો ગયો તેમ તેમ ગાડીને એ રીતે આગળ વધારવામાં આવી. મેપ પ્રમાણે જો આ રસ્તાનો ઉપયોગ કરવામાં આવે તો જલ્દી ડેસ્ટિનેશન પર પહોંચી જવાશે તેવું દર્શાવવામાં આવ્યું છે.  રસ્તો પોલીસ ક્વાર્ટર પાસેથી પસાર થતો હતો. Google Mapsનો રસ્તો તેમને પગથિયા પર લઈ ગયો. ગાડી સીડીઓ પર ફસાઈ ગઈ અને પછી ડ્રાઈવરે કાર રોકી મદદ માંગી. ડ્રાઈવરનો અવાજ સાંભળતા નજીકના લોકો અને કેટલાક પોલીસકર્મીઓએ આવીને તેને મદદ કરી. ત્યારે જ તે કારને રસ્તા પર લઈ જઈ શક્યો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?