આગ લાગવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આગ લાગવાને કારણે અનેક જિંદગીઓ બળીને ખાખ થઈ જતી હોય છે. ત્યારે તમિલનાડુમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં 8થી 9 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને આ ઘટનામાં એક લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે. તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના વેમ્બાકોટ્ટાઈમાં ફટાકડાના કારખાનામાં જોરદાર વિસ્ફોટ થયો હતો.
તમિલનાડુમાં એક ફટાકડાની ફેક્ટરીમાં થયો વિસ્ફોટ
ફટાકડાને કારણે અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે. ફટાકડાને કારણે અનેક વખત આગ લાગવાની ઘટના બનતી હોય છે જેને કારણે અનેક લોકોની જિંદગી બુઝાઈ જતી હોય છે. ત્યારે એક દુખદ ઘટના તમિલનાડુમાં સર્જાઈ છે જેમાં 8થી 9 લોકોના મોત થયા છે તેવી માહિતી સામે આવી છે. જ્યારે અનેક લોકો જિંદગી અને મોત વચ્ચે લડત લડી રહ્યા છે. તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના વેમ્બાકોટ્ટાઈમાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી હતી.
ઘટનામાં થયા 8થી 9 લોકોના મોત
મળતી માહિતી અનુસાર જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે. સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ આ બ્લાસ્ટમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ ભયાનક બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર એક રૂમમાં ફટાકડા રિપેરીંગની કામગીરી થઈ રહી હતી. તે વખતે અચાનક સ્પાર્ક થયો અને અચાનક આગ લાગી. આ ઘટનામાં કોના મોત થયા છે તેની માહિતી સામે આવી નથી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.