સંસ્કૃતિની વાત કરતી સરકારે સંસ્કૃત પાઠશાળાના આચાર્યોની જ ધરપકડ કરી!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-27 14:39:06

ગુજરાત સરકાર સંસ્કૃત ભાષાને બચાવવા પ્રયત્ન કરી રહી છે તેવી મોટી મોટી વાતો કરવામાં આવે છે. ત્યારે સંસ્કૃત ભાષાનું રક્ષણ કરતા શિક્ષકોને પણ આંદોલનનો માર્ગ પકડવો પડ્યો છે. પોતાની પડતર માગણીઓને લઈને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. સંસ્કૃત મંત્રોનું પઠન કરી વિરોધ દર્શાવ્યો હતો. સાતમા પગાર પંચ આપવાની માગ કરવામાં આવી હતી તે ઉપરાંત શિક્ષણ વિભાગના પરિપત્ર 21-10-2022ને રદ્દ કરવા જેવા વિવિધ મુદ્દાઓને લઈને સંસ્કૃત પાઠશાળાના શિક્ષકોએ વિરોધ દર્શાવ્યો હતો. 


શું છે સંસ્કૃત શાળાના શિક્ષકોની માગ? 

પોતાની માગને લઈ અનેક વખત રજૂઆત કરવામાં આવતી હોય છે. પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા છેલ્લે લોકો વિરોધનું શસ્ત્ર ઉઠાવે છે. ત્યારે સંસ્કૃત પાઠશાળાના શિક્ષકોએ પણ વિરોધનું શસ્ત્ર ઉઠાવ્યું છે. બે વર્ષથી સરકાર સમક્ષ રજૂઆતો કરવા છતાંય આ અંગે કોઈ નિરાકરણ નથી આવ્યું. સંસ્કૃત પાઠશાળાના કર્મચારીઓની ભરતી કરવામાં આવે જે છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે. રાજ્યની સંસ્કૃત પાઠશાળાઓના અંગ્રેજી અને કમ્પ્યુટર વિષયના ખંડ સમયના અધ્યાપકોની બજેટમાં જોગવાઈ કરી છે છતાં મંજૂરી આપવામાં આવી નથી.  તે ઉપરાંત સંસ્કૃત પાઠશાળાનું બે વિભાગમાં વિભાજન ન કરી ગુરૂકુળ પરંપરાને યથાવત રાખવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી. તે સિવાય સાતમા પગાર પંચ આપવાની માગ પણ કરાઈ હતી. 


વિરોધ કરી રહેલા શિક્ષકોની કરાઈ અટકાયત 

સત્યાગ્રહ છાવણી ખાતે સંસ્કૃત પાઠશાળાના શિક્ષકોએ વિરોધ કર્યો હતો. સંસ્કૃત મંત્રોનું પઠન કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સરકાર સમક્ષ ઘણા સમયથી માગ રાખવામાં આવી હતી પરંતુ તેનું નિરાકરણ બે વર્ષથી નથી કરવામાં આવ્યું. ત્યારે વિરોધ કરી રહેલા શિક્ષકોની અટકાયત કરી લેવામાં આવી છે.          




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...