પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તંગદીલી સર્જાતા તોરખમ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. બંને દંશો વચ્ચે થઈ રહેલા ફાયરિંગ બાદ તોરખમ બોર્ડર ટર્મિનલ પરિવહન માટે બંધ કરી દેવામાં આવી છે. સ્થિતિ વણસતા પાકિસ્તાની સેના બોર્ડર પર પહોંચી ગઈ છે. પાક આર્મી પરિસ્થિતીને યથાવત રાખવાના પ્રયાસ કરી રહી છે. તે ઉપરાંત બંને દેશના અધિકારીઓ શાંતિ જાળવવાના પ્રયાસો કરી રહ્યા છે. તોરખમ બોર્ડરના મુદ્દે બંને દેશો આમને-સામને આવી ગયા છે.
The officers who were beaten went back to their post and started firing on passengers and truck drivers on the #Afghanistan side. To save people, Afghan side counter fired heavily after which several #Pakistani troops vacated their posts and fled the location. Casualties reported pic.twitter.com/35G1cJ7qnc
— Nepal Correspondence (@NepCorres) September 6, 2023
શા માટે સર્જાઈ તંગદીલી?
The officers who were beaten went back to their post and started firing on passengers and truck drivers on the #Afghanistan side. To save people, Afghan side counter fired heavily after which several #Pakistani troops vacated their posts and fled the location. Casualties reported pic.twitter.com/35G1cJ7qnc
— Nepal Correspondence (@NepCorres) September 6, 2023તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના પ્રવક્તા અને એક મુખ્ય કમાન્ડરે દાવો કર્યો છે કે તેના લડવૈયાઓએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ચિત્રાલ જિલ્લામાં મોટી સંખ્યામાં પ્રવેશ્યા છે. આ વિસ્તાર અફઘાનિસ્તાનના કુનાર, નુરિસ્તાન અને બદખ્શાન પ્રાંતને અડીને આવેલો છે. TTP કમાન્ડરે દાવો કર્યો, 'TTPએ ચિત્રાલ જિલ્લામાં ઓપરેશન શરૂ કર્યું છે અને અમે ઘણા ગામોને કબજે કર્યા છે. આ ઝુંબેશ આજે સવારે 4 વાગ્યે શરૂ થઈ હતી. તાલિબાન સૈનિકો ટીટીપી લડવૈયાઓને અફઘાનિસ્તાન સાથેની પાકિસ્તાનની સરહદ પાર કરવામાં મદદ કરી રહ્યા છે. જેના કારણે બંને દેશોને વિભાજિત કરતી ડ્યુરાન્ડ લાઇન પર ભારે ગોળીબાર થઈ રહ્યો છે.
તાલિબાનોએ પાકિસ્તાનને આપી ચિમકી
પાકિસ્તાન દ્વારા તાલિબાન પર કરવામાં આવેલા હુમલા અંગે અફઘાન સરકારે પાકિસ્તાની રાજદૂતને બોલાવીને કડક સૂચના આપી હતી કે જો આગામી સમયમાં આવી કોઈ ઘટના બનશે તો તે પાકિસ્તાન માટે સારું નહીં હોય. તાલિબાનની આ ધમકી પર પાકિસ્તાનના વિદેશ મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સેનાને કાર્યવાહી કરવાથી રોકી દેવામાં આવી છે કારણ કે આ કાર્યવાહીથી બંને દેશોના સંબંધો બગડશે.