ગુલ્લીબાજ તલાટીઓ સાવધાન, ફરજ દરમિયાન ગેરહાજર રહેતા તલાટી સામે કાર્યવાહીનો વિકાસ કમિશનરનો આદેશ


  • Published By :
  • Published Date : 2023-07-16 12:27:12

રાજ્યની ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ તેમના કામના સ્થળે નિયમિત રીતે હાજર હોતા જ નથી. રાજ્યની અનેક ગ્રામ પંચાયતોમાં આવા ગુલ્લીબાજ તલાટીઓ ફરજ બજાવે છે. જો કે હવે તેમની પર તવાઈ આવી છે, તલાટી કમ મંત્રીઓ ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો મળતાં હવે સરકાર હરકતમાં આવી છે. આ મામલે વિકાસ કમિશનરે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં ગેરહાજર રહેતા તલાટીઓને લઈ કાર્યવાહી માટે આદેશ અપાયા છે.


વિકાસ કમિશનરે આપી આ સુચના

 

રાજ્યમાં તલાટી કમ મંત્રી હાજર ન રહેતા હોવાની પંચાયત વિભાગને ફરિયાદો મળી હતી. જેના પગલે વિકાસ કમિશનર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રજા પર જતા પહેલા તાલુકા વિકાસ અધિકારીની મંજૂરી લેવી જરૂરી છે. આ સાથે એક કરતા વધુ ગામો ફાળવેલા હોય, તો ગામો વચ્ચે સરખા દિવસો વહેંચીને હાજર રહેવા સૂચના આપી છે. તેમજ તાલુકા વિકાસ અધિકારી અને વિસ્તરણ અધિકારીને ગામની સરપ્રાઈઝ વિઝીટની પણ સૂચના આપી છે. અધિકારીઓની મુલાકાત દરમિયાન જો કોઈ તલાટી ગેરહાજર હોય તો તેને જાણ કરી રજા કપાત કરવા પણ સૂચના આપી છે. તેની પાસે રજા જમા ન હોય તો પગાર કપાત રજા ગણવા માટેની પણ કડક સૂચના આપવામાં આવી છે. તો બીજી વખત ગેરહાજર રહે તો આવી સ્થિતિમાં કારણદર્શક નોટિસ આપી કડક કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે.


વિકાસ કમિશનરના પરિપત્રનું પાલન થશે?

 

તલાટી કમ મંત્રીની નિયમિતતા જળવાય અને ગ્રામજનોનાં સરકારી કામોનો સમયસર નિકાલ થાય તે માટે પંચાયત વિભાગ તેમજ વિકાસ કમિશનરની કચેરી દ્વારા અગાઉ અવારનવાર સૂચનાઓ આપવામાં આવેલ છે. આમ છતાં અનુભવે જણાયેલ છે કે, કેટલાંક કેસોમાં તલાટી કમ મંત્રીની અનિયમિતતા બાબતે વડી કચેરી તથા વિભાગ કક્ષાએ રજુઆતો મળવામાં છે. જે બાબત ધ્યાને લઈને, તલાટી કમ મંત્રીની ફરજ ઉપરની નિયમિતતા જળવાઈ રહે તે બાબતે અગાઉ અપાયેલ સૂચનાઓનું પાલન કરવા તેમજ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગરનાં પત્ર નં.PRHRDD/0175/03/2023, હેઠળ પણ સૂચનાઓ બહાર પાડવામાં આવી હતી, જો કે હજુ સુધી તેનું પાલન થયું નથી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?