તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર, GPSCની મદદનીશ વન સંરક્ષક વર્ગ 2ની પરીક્ષા હવે આ તારીખે યોજાશે


  • Published By :
  • Published Date : 2023-06-16 21:42:24

સરકારી નોકરી માટે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો પરીક્ષા આપ્યા બાદ પરીણામની કાગડોળે રાહ જોતા હોય છે. રાજ્યમાં યોજાયેલી તલાટી તથા જુનિયર ક્લાર્કની ભરતી પરિક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડે પરિણામ જાહેર કર્યું છે. આ બંને પરીક્ષાનું પરિણામ આજે એક સાથે જાહેર કરી દેવામાં આવતા ઉમેદવારોમાં સુ:ખદ આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.


9 એપ્રિલના રોજ યોજાઈ હતી જૂનિયર કલાર્કની પરીક્ષા


પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 9 એપ્રિલના રોજ લેવાયેલી જૂનિયર કલાર્ક વર્ગ-3ની પરીક્ષાનું પરિણામ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા રાજ્યનાં 3 હજાર કેન્દ્ર પર 9.53 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષાર્થી નોંધાયા હતા. બપોરે 12.30 કલાકથી શરૂ થયેલી પરીક્ષા 1.30 વાગ્યા સુધી એક કલાક પરીક્ષા ચાલી હતી. વિદ્યાર્થીઓ છેલ્લા લાંબા સમયથી આ પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. સરકારે સત્તાવાર પરિણામો જાહેર કર્યા છે. જુનિયર કલાર્કના ઉમેદવારો formonline.co.in/HSAKBRMPGVZHYQ વેબસાઈટ તેમજ resultview.co.in/HSAKBRMPGVZHYQ વેબસાઈટ પરથી પણ પરિણામ જોઈ શકશે.


તલાટીની પરીક્ષા 7 મેના રોજ લેવામાં આવી હતી


ગુજરાતમાં તલાટીની પરીક્ષા 7 મેના રોજ ગુજરાતમાં તલાટીની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષાનું પણ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. 3470 તલાટીની જગ્યા પર લેવાયેલી પરીક્ષામં 8 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાની જવાબદારી પણ ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલની સોંપવામાં આવી હતી. આ પરીક્ષા પણ તેમના અધ્યક્ષસ્થાને શાંતિપૂર્ણ માહોલમાં કોઈ પણ વિવાદ વગર પૂર્ણ થઈ હતી. ત્યારે આજે આ પરીક્ષાનું પણ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. તલાટીના ઉમેદવારો formonline.co.in/HSAKBRMPGVZHYQ વેબસાઈટ તેમજ resultview.co.in/HSAKBRMPGVZHYQ વેબસાઈટ પરથી પરિણામ જોઈ શકશે.


GPSCની પરીક્ષાની નવી તારીખ જાહેર


અત્રે ઉલ્લેખનીય છે કે, બિપોરજોય વાવાઝોડાને કારણે મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, GPSCએ મોકુફ રાખેલી મદદનીશ વન સંરક્ષક વર્ગ 2 ની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે. જેમાં ગુજરાતી ભાષાનું પેપર 23 જુનના રોજ અને અંગ્રેજી ભાષાનુ પેપર 24 જૂનના રોજ લેવાશે. GPSC દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે મોકૂફ કરવામાં આવેલા સિવાયની પરીક્ષા જેમાં પ્રશ્નપત્ર 3, 4 અને 5ની પરીક્ષા અગાઉથી જ નિર્ધારીત સમય અને તારીખ પ્રમાણે એટલે કે 21 જૂન 2023 અને 23 જૂન 2023ના રોજ આયોજીત થશે. ટૂંકમાં આ પરીક્ષા સમયસર જ લેવામાં આવશે.




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...