શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ તલાટીની પરીક્ષા, પેપર અઘરૂં હોવાનો પરીક્ષાર્થીઓનો દાવો


  • Published By :
  • Published Date : 2023-05-07 15:01:27

રાજ્યમાં આજે પંચાયત સેવા વર્ગ-3ની તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે યોજાયેલી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં નિર્વિઘ્ને પૂર્ણ થઈ છે. તલાટી કમ મંત્રીની પરીક્ષા આજે બપોરે 12.30 વાગ્યે શરૂ થઇ હતી. સઘન પોલીસ બંદોબસ્ત અને ભારે ચોક્કસાઇ વચ્ચે પરીક્ષાનું આયોજન થયું હતું. પરીક્ષા બપોરે 1.30 વાગ્યે શાંતિપુર્ણ રીતે પુર્ણ થઇ ગઇ હતી. રાજ્યના કુલ 2697 પરીક્ષા કેન્દ્રો પર 28,814 વર્ગખંડમાં 8.50 લાખ પરીક્ષાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી હતી.


પેપર અઘરું હોવાનો વિદ્યાર્થીઓનો દાવો


તલાટીની પરીક્ષા આપવા પહોંચેલા વિવિધ ઉમેદવારો સાથે જમાવટની ટીમે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે પરીક્ષાનું પેપર પ્રમાણમાં અઘરું હતું. જમાવટની ટીમે અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં પરીક્ષાર્થીઓના મંતવ્ય જાણ્યા હતા. પરીક્ષા કેન્દ્રો પર જમાવટ સાથેની વાતચીત દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું કે પેપર અઘરું હોવાના કારણે સમય પણ ખૂટ્યો હતો. જો કે તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા પૂર્ણ થતા તમામ ઉમેદવારોએ હાશકારો અનુભવ્યો હતો.


ગેરરીતિ રોકવા માટે ચુસ્ત બંદોબસ્ત


તલાટીની પરીક્ષા કોઈ પણ પ્રકારની ગેરરીતિની ઘટનાને રોકવા માટે ખાસ પગલાં ભરવામાં આવ્યા છે, ગેરરીતિની માહિતી મળે તો તેની જાણ કરવા માટે હેલ્પલાઈન નંબરોની પણ જાહેરાત કરવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો CCTV કેમેરાથી સજજ કરવામાં આવ્યા છે આ સાથે જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ લેનાર તમામ ઉમેદવારોની વિડિયોગ્રાફી પણ કરવામાં આવશે.તે ઉપરાંત ઈલેક્ટ્રિક સાધનો, સ્માર્ટ વોચ, ઈયર ફોન વગેરેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  


પરીક્ષાના કર્મચારીઓ માટે ખાસ SOP


તલાટીની પરીક્ષા માટે ફરજ પર તૈનાત કર્મચારીઓ માટે પણ ખાસ SOP તૈયાર કરવામાં આવી હતી. જે મુજબ તેમણે ત્રણ કલાક પહેલાં મોબાઇલ, ગેજેટ જમા કરાવ્યા હતા. પરીક્ષા અધિકારીઓએ તેમના ઇલેક્ટ્રિક ગેજેટ પરીક્ષાના ત્રણ કલાક પહેલાં જમા કરાવ્યા હતા. પરીક્ષા પૂરી થયા બાદ પરીક્ષાનું તમામ મટીરિયલ સીલ પેક કરી મોકલી દેવાયા બાદ જ કેન્દ્ર સંચાલક પાસેથી તેઓ પોતાના મોબાઇલ, ગેજેટ લઈ જઈ શક્યા હતા. પરીક્ષામાં પોલીસ અધિકારીઓને બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવા જણાવાયું હતું. પરંતુ જો કેમેરા પૂરતા ન હોય તો એવા કેમેરાનો જ ઉપયોગ થઇ શકશે કે જેની મેમરી ઇનબિલ્ટ હોય. એટલે કે તેની મેમરી કોઇ પણ રીતે બદલી શકાય તેમ ન હોવી જોઇએ.


ઉમેદવારો માટે સ્પેશિયલ બસ અને ટ્રેનની વ્યવસ્થા 


ગુજરાતમાં આજે યોજાનારી તલાટીની પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો સુધી સરળતાથી પહોંચી શકે તે માટે બસ, રેલવે સહિતની સ્પેશિયલ સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. રાજ્યક્ષભરમાં 488 બસ એસટી બસો તથા વધારાની 200 બસો દોડાવવામાં આવી હતી. આ ઉપરાંત 7થી વધુ સ્પેશિયલ ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે વિકલાંગ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો પર આવવા અને ત્યાંથી પરત ફરવાનું અનુકૂળ રહી શકે તે માટે તેમને જિલ્લામાં જ કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...