યુવાનોનો સહારો લઈ કોંગ્રેસે કહ્યું કે આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-24 17:55:36

હાલ દિવાળી અને ચૂંટણીનો રંગ ગુજરાતમાં જામ્યો છે. કોઈ પણ મુદ્દો કેમ ન હોય તેની પર રાજનીતિ થતી રહે છે. ત્યારે દિવાળી પર પણ રાજનીતિ થઈ રહી છે. ચૂંટણી પહેલા ભાજપ માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી. આમ આદમી પાર્ટી તો આ વાત કહેતી હતી કે પરંતુ કોંગ્રેસ પણ આ વાત કહી રહી છે.

 

ભાજપ પર પ્રહાર કરી કોંગ્રેસે કર્યો પોતાનો પ્રચાર 

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. કોંગ્રેસ, આપ અને ભાજપ વચ્ચે જંગ જામ્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી તો જોરશોરથી પ્રચાર કરી રહી છે ત્યારે કોંગ્રેસ પણ પ્રચાર કરવામાં લાગી ગઈ છે. કોંગ્રેસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. યુવાનોનો સહારો લઈ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે ટ્વિટ કર્યું કે ગુજરાતના યુવાનો કહે છે કે ભાજપ માટે આ વખતે એવું કહેવાઈ રહ્યું છે કે આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી.          



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?