હાથીઓ સાથે સેલ્ફી લેવી યુવાનોને પડી ભારે! હાથીના ટોળાએ એટલું દોડાવ્યા કે સેલ્ફી લેતા પહેલા કરશે વિચાર!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-05 17:35:20

સેલ્ફી લઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લાઈક મેળવાનો ચસ્કો આજકાલની જનરેશનમાં જોવા મળી રહ્યો છે. હવે તો નાના બાળકો તો ઠીક વડીલો પણ મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરતા થઈ ગયા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે દુધવા ટાઈગર રિઝવર્સનો છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરાઓ દોડી રહ્યા છે અને તેમની પાછળ હાથીઓનું ઝુંડ દોડી રહ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છોકરાઓ હાથીઓ સાથે સેલ્ફી લઈ રહ્યા હતા અને તે બાદ હાથીઓ તેમની પાછળ દોડવા લાગ્યા.


   

સેલ્ફી લેવું યુવાનોને ભારે પડ્યું!

આપણે કોઈ નવી જગ્યાએ જઈએ અથવા કોઈ નવી વસ્તુઓ જોઈએ ત્યારે આપણે સેલ્ફી લેતા હોઈએ છીએ. એમાં પણ જો આપણે કોઈ નેશનલ પાર્ક અથવા તો રિઝવર્સમાં હોઈએ તો તો સેલ્ફી આપણે ખાસ લેતા હોઈએ છીએ. એમાં પણ હાથીને જોવાનો, હાથ સાથે સેલ્ફી લેવાનું શક્ય હોય તો લોકો ચૂકતા નથી.ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં છોકરાઓ ભાગતા દેખાય છે અને તેમની પાછળ હાથીઓ દોડી રહ્યા છે. 


હિંસક બની યુવાનો પાછળ ભાગ્યા હાથી

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે લખીમપુર ખેરીના દુધવા ટાઈગર રિઝર્વના પાલિયા માર્ગનો છે. વીડિયો અંગેની માહિતી અનુસાર 100 હાથીઓનું ટોળું રસ્તા પર ઉભું હતું. તે સમયે બે ત્રણ યુવકો હાથીઓ સાથે સેલ્ફી પાડવાનો પ્રયાસ કરે છે. હાથીઓની નજીક યુવકો પહોંચી જાય છે ત્યાં સુધી હાથી દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. પરંતુ જ્યારે યુવકોએ સેલ્ફી લેવાનું શરૂ કર્યું ત્યારે હાથીઓનું ટોળું હિંસક બની યુવકોની પાછળ હાથી ભાગી રહ્યા છે. હાથી જાણે સેલ્ફીને લઈ ગુસ્સે થઈ ગયા હોય તેવું લાગે છે. હાથીઓએ દોડવાનું શરૂ કર્યું તે જોઈ યુવકો પણ દોડી રહ્યા હતા. ત્રણ યુવકો દોડી રહ્યા છે તેમાં એક યુવક દોડતા દોડતા પડી જાય છે. 


આમ તો હાથી હોય છે શાંતિપ્રિય પ્રાણી   

થોડા સમય પહેલા પણ આવો વીડિયો વાયરલ થયો હતો જેમાં હાથીઓ પ્રવાસીની ગાડીની પાછળ ભાગી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર આવા અનેક વીડિયો વાયરલ થતા રહે છે.ત્યારે આ વીડિયોને પણ લોકો જોવાનું પસંદ કરી રહ્યા છે. આમ તો હાથીને શાંતિપ્રિય પ્રાણી માનવામાં આવે છે પરંતુ કોઈ વખત તેઓ પણ હિંસક બની જતા હોય છે. પરંતુ જો માનવોનું ટોળું તેમની નજીક જતા હોય છે ત્યારે હાથીઓ હુમલાખોર બની જતા હોય છે      

 



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..