તાજ મહેલ કે તેજો મહાલય, આજે આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજુ થશે પ્રસ્તાવ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-31 14:05:14

આગ્રા સ્થિત તાજમહેલનું નામ બદલવાની કવાયત ફરીથી શરૂ થઈ ગઈ છે. આગ્રાના નગર નિગમ સદનમાં તાજ મહેલનું નામ બદલવાનો પ્રસ્તાવ લાવવામાં આવશે. ભાજપના કોર્પોરેટર શોભારામ રાઠોરે ચર્ચા માટે આજે પ્રસ્તાવ રજૂ કર્યો છે.


તાજ મહેલ પહેલા હતું શિવ મંદિર


શોભારામ રાઠોરે કહ્યું કે તાજમહેલની અંદર કમળના ચિહ્ન ઉપરાંત એવા પણ ઘણા નિશાન છે જે એ બાબત સિધ્ધ કરે છે કે આ તાજ મહેલ પહેલા શિવ મંદિર હતો. મુઘલ શાસક શાસક શાહજહાંએ તેનું નામ બદલીને તાજમહેલ કરી દીધું છે. આ રાજા જયસિંહની સંપત્તી હતી. કોઈ પણ એવું કબ્રસ્તાન નથી જ્યાં મહેલ બન્યો હોય. 


નગર નિગમમાં ભાજપની બહુમતી


આગ્રા નગર નિગમમાં ભાજપના કોર્પોરેટરની બહુમતી છે તેથી શોભારામ રાઠોરનો આ પ્રસ્તાવ આજે પસાર થઈ શકે છે. જો આ પ્રસ્તાવ પસાર થશે તો તાજ મહેલ સાથે એક મોટો વિવાદ જોડાઈ શકે છે. તાજમહેલનું નિર્માણ ઈ.સ 163રમાં થયું હતું. આજે 390 વર્ષ બાદ તાજ મહેલનું નામ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે. જો કે આગ્રા નગર નિગમના મેયર નવીન જૈનનું  કહેવું છે કે આગ્રા નગર નિગમ પાસે તાજ મહેલનું નામ બદલવાનો કોઈ અધિકાર નથી. જો કે આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલી દેવામાં આવશે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...