ICC T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ થઈ જાહેર, બુમરાહ-હર્ષલની ટીમમાં વાપસી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 19:17:18

ICC T20 વર્લ્ડ કપ 2022 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સોમવારે 12 સપ્ટેમ્બરે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ મેગા ઈવેન્ટ માટે ટીમની જાહેરાત કરી. સોમવારે બપોરે પસંદગી સમિતિની બેઠક મળી હતી, જેમાં 15 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયામાં યોજાનારી મલ્ટી નેશન ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલ હશે. મુખ્ય ટીમમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને સ્થાન મળ્યું નથી. તેને અને દીપક ચાહરને રિઝર્વ પ્લેયર તરીકે ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. આ સિવાય શ્રેયસ અય્યર અને રવિ બિશ્નોઈને પણ રિઝર્વ પ્લેયર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.


ઈજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજા T20 વર્લ્ડ કપની ફાઈનલ ફિફ્ટીનનો ભાગ નથી, પરંતુ સારી વાત એ છે કે ટીમનો મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ટીમમાં પાછો ફર્યો છે. એશિયા કપ 2022 માટે ટીમમાં સ્થાન પામેલા રવિ બિશ્નોઈ અને આવેશ ખાન આ વખતે ટીમમાંથી બહાર છે. બાકીના 13 ખેલાડીઓમાં કોઈ ફેરફાર કરાયો નથી, ટીમમાં જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી થઈ છે. એશિયા કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને ટીમ ફાઇનલમાં પણ પહોંચી શકી નહોતી. યુવા ઝડપી બોલર અર્શદીપ સિંહને પણ મુખ્ય ટીમમાં રાખવામાં આવ્યો છે. 


ICC T20 વર્લ્ડ કપ માટેની ટીમ ઈન્ડિયા


રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.


સ્ટેન્ડબાય ખેલાડીઓ – મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, દીપક ચાહર.


ઓસ્ટ્રેલિયા T20I સિરીઝ માટે ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, રિષભ પંત (વિકેટ-કીપર), દિનેશ કાર્તિક (વિકેટ-કીપર), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચાહર, જસપ્રિત બુમરાહ.


દક્ષિણ આફ્રિકા T20Is સિરીઝ માટે ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (વિકેટ-કીપર), દિનેશ કાર્તિક (વિકેટ-કીપર), આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રિત બુમરાહ.


ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022 ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર દરમિયાન યોજાવાનો છે. ટીમ ઈન્ડિયાની પહેલી મેચ રવિવાર 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે છે. બંને ટીમો ગ્રુપ 2 નો ભાગ છે. પાકિસ્તાન પછી, ભારતે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સિવાય બે અન્ય ટીમો સામે ટકરાવાનું છે, જેની જાહેરાત ગ્રુપ સ્ટેજની મેચો પછી કરવામાં આવશે. મુખ્ય મેચો પહેલા ભારતીય ટીમ બે વોર્મ-અપ મેચ પણ રમશે.




અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

ચાંદલો કરવાથી આજ્ઞા ચક્ર એકટિવ થાય છે ઉપરાંત એકાગ્રતા પણ વધે છે. અલગ અલગ દ્રવ્યોથી ચાંદલો કરવાથી અલગ અલગ ફળની પ્રાપ્તિ થાય છે અને ચોખાનું પણ વિશેષ મહત્વ રહેલું છે.