T20 વર્લ્ડ કપના ઈતિહાસની પ્રથમ મેચમાં પહેલાથી જ અપસેટ કરનાર ઝિમ્બાબ્વેએ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022માં ગુરુવારે પર્થ સ્ટેડિયમમાં રમાયેલી લો-સ્કોરિંગ રોમાંચક મેચમાં પાકિસ્તાનને એક રનથી હરાવીને વધુ એક મોટો અપસેટ સર્જ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 8 વિકેટે 130 રન બનાવ્યા હતા અને ત્યારબાદ પાકિસ્તાનને સમગ્ર 20 ઓવરમાં 8 વિકેટે 129 રન પર રોકી દીધું હતું. ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવીને મોટું આશ્ચર્ય સર્જ્યું છે.
ICC T20 World Cup 2022, Super 12 | Zimbabwe (130/8) beat Pakistan (129/8) by 1 run
(Pic Source: ICC) pic.twitter.com/MwsuwDb1Ae
— ANI (@ANI) October 27, 2022
પાકિસ્તાનની જીતનું ખાતું ન ખૂલ્યું
ICC T20 World Cup 2022, Super 12 | Zimbabwe (130/8) beat Pakistan (129/8) by 1 run
(Pic Source: ICC) pic.twitter.com/MwsuwDb1Ae
આ હાર બાદ સુપર-12ના ગ્રુપ-2માં પાકિસ્તાનની જીતનું ખાતું હજુ ખૂલ્યું નથી. ટીમ માટે સેમિફાઇનલનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે અને તે હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થવાના આરે છે. આ સાથે જ ઝિમ્બાબ્વેએ બે મેચમાં પ્રથમ જીત સાથે પોતાની દાવેદારી મજબુત બનાવી દીધી છે. ટીમના ખાતામાં હવે ત્રણ પોઈન્ટ છે.
ટોપ ઓર્ડરના ધબડકાના કારણે હાર
ઝિમ્બાબ્વે તરફથી મળેલા 131 રનના ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાનની શરૂઆત પણ સારી રહી ન હતી અને ટીમે 23 રનના સ્કોર પર તેના બંને ઓપનર - કેપ્ટન બાબર આઝમ (4) અને મોહમ્મદ રિઝવાન (14)ની વિકેટ ગુમાવી દીધી હતી. પાકિસ્તાનને ત્રીજો ફટકો 36ના સ્કોર સાથે ઈફ્તિખાર અહેમદ (5)ના રૂપમાં લાગ્યો હતો. આ પછી શાન મસૂદ (44) અને શાદાબ ખાને (17) ચોથી વિકેટ માટે 36 બોલમાં 52 રનની ભાગીદારી કરીને પાકિસ્તાનને જીતની નજીક લઈ જવાનો પ્રયાસ કર્યો હતો પણ ઝિમ્બાબ્વે મેચ જીતવામાં સફળ રહ્યું હતું.