ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ટી 20 વર્લ્ડ કપ 2021ની ફાઈનલ મેચ યોજાઈ હતી. આ મેચ ઓસ્ટ્રેલિયા જીતી ગયું હતું. એક વર્ષ બાદ આજે યોજાયેલી મેચમાં ન્યૂઝીલેંન્ડની ટીમે બદલો લેતા ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. પહેલી જ મેચમાં કીવી ટીમે ઓસ્ટ્રેલિયાને 89 રને હરાવ્યું હતું.
ન્યૂઝિલેન્ડની ટીમે 200 રન બનાવ્યા
ઓસ્ટ્ર્લિયાની ટીમના કેપ્ટન એરોન ફિંચે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે તેનો આ નિર્ણય ઉંધો પડ્યો હતો કેમ કે ન્યૂઝિલેન્ડની ટીમે 200 રન બનાવી દીધા હતા. ન્યૂઝિલેન્ડની ટીમ માટે ડેવન કોનવેએ 92 રન બનાવ્યા હતા જ્યારે ફિન એલને 46 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાની ટીમ 111 રન બનાવી ઓલ આઉટ
ઓસ્ટ્રેલિયાની ટીમનો ધબડકો થયો હતો. કાંગારૂ ટીમની 5 વિકેટ માત્ર 68 રનમાં પડી ગઈ હતી. આખી ટીમ 17.1 ઓવરમાં 111 રન બનાવી ઓલ આઉટ થઈ હતી. ન્યૂઝિલેન્ડના માટે મિચેલ સેન્ટરે ખતરનાક બોલિંગ કરતા ઓસ્ટ્રેલિયાની 3 વિકેટ લીધી હતી.