રાજકોટ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલતી ત્રણ ટી-20 શ્રેણીની અંતિમ મેચ રમાવા જઈ રહી છે. આ મેચનું આયોજન રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ મેચમાં એક વખત ભારતે વિજય મેળવ્યો છે જ્યારે એક વખત શ્રીલંકાની જીત થઈ છે. 1-1ની બરાબરી હોવાને કારણે આ મેચ નિર્ણાયક રહેવાની છે. દરેક ટીમ આ મેચને જીતવા તમામ પ્રયાસો કરી રહી છે.
સાંજે 7 વાગ્યે શરૂ થશે મેચ
જો મેચની વાત કરીએ તો આ શ્રેણીની પ્રથમ મેચ મુંબઈમાં રમાઈ હતી જેમાં ભારતનો વિજય થયો હતો. માત્ર 2 રનથી ભારતનો વિજય થયો હતો. બીજી મેચ પૂણે ખાતે રમાઈ હતી જેમાં શ્રીલંકાએ જીત હાંસલ કરી હતી. 16 રનથી શ્રીલંકાએ ભારતને હરાવ્યું હતું. 1-1ની બરાબરી હોવાને કારણે આ મેચ રસપ્રદ બની રહેશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે.
બેટ્સમેનની પીચ માનવામાં આવે છે
જો રાજકોટના પીચની વાત કરીએ તો આ સ્ટેડિયમની પીચ સપાટ છે અને આ પીચ બેટ્સમેનની પીચ માનવામાં આવે છે. આ પીચ બેટિંગ કરતી ટીમને મદદરૂપ થઈ થાય છે. રાજકોટ ખાતે પ્રથમ બેટિંગ કરનાર ટીમ 2 વખત જીતી છે. એટલે એવું મનાઈ રહ્યું છે કે જે પણ ટોસ જીતશે તે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરી શક છે.