હાલ ટી-20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. આ મેચને જોવાનો ક્રેઝ ક્રિકેટ ચાહકોમાં અલગ જ હોય છે.. અને એમાં પણ જો ભારતની મેચ હોય તો તો વાત અલગ જ છે. ગઈકાલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમીફાઈનલ રમાઈ હતી. ભારતના ખેલાડીઓએ ઈંગ્લેન્ડના ખેલાડીઓને 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 20 ઓવરમાં ભારતીય ટીમે 171 રન બનાવ્યા હતા સાત વિકેટ ગુમાવીને... ટાર્ગેટ 172નો હતો પરંતુ ઈંગ્લેન્ડની ટીમ 103 રન પર ઓલઆઉટ થઈ ગઈ અને ટીમ ઈન્ડિયાની જીત થઈ ગઈ..
68 રનથી ભારતની ટીમનો વિજય થયો
ક્રિકેટના ચાહકો માટે ટી 20 વર્લ્ડ કપ જોવાનો ક્રેઝ અલગ જ હોય છે.. ભારતમાં મોટા ભાગના લોકોને જો તમે પૂછશો કે તમને કઈ રમત ગમે તો તે કહેશે ક્રિકેટ. એમાં પણ જો મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે હોય તો તો વાત જ અલગ છે માહોલ જ અલગ છે.. હાલ ટી 20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ગઈકાલે બીજી સેમિ ફાઈનલ મેચ હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ હતી જેમાં ભારતની ટીમે 68 રનથી જીત મેળવી છે.
29 તારીખે છે ફાઈનલ મેચ
રોહિત શર્માએ 39 બોલમાં 57 રનની શાનદાર ઇનિંગ રમી જ્યારે સૂર્યકુમાર યાદવે પણ ટીમને જીતાડવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે 36 બોલમાં 47 રન બનાવ્યા.. કુલદીપ યાદવે પણ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. ગુરૂવારે રમાયેલી મેચ એકદમ રોમાંચક હતી. 29 તારીખે ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા સાથે થવાનો છે. બધાની નજર આ મેચ પર રહેવાની છે.ત્યારે તમને ગઈકાલની મેચ કેવી લાગી તે અમને કમેન્ટમાં જણાવજો..