T-20: વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું


  • Published By :
  • Published Date : 2022-10-23 18:35:31

ભારતે ટી-20 વર્લ્ડ કપ 2022નો સૌથી મોટો વર્લ્ડ કપ મેચ જીતી લીધો છે. પાકિસ્તાનને ભારતે 4 વિકેટથી હરાવ્યું છે. આ મેચના હીરો વિરાટ કોહલી રહ્યા છે કારણ કે તેમણે અણનમ 82 રનની ઈનિંગ રમી હતી. વિરાટ કોહલીએ 31 રન પર જ્યારે 4 વિકેટ પડી ગઈ હતી ત્યારથી મેચ પોતાના હાથમાં લઈ લીધી હતી. 


છેલ્લી ઓવરે કરી દીધા શ્વાસ અધ્ધર

છેલ્લી ઓવરમાં જ્યારે 16 રનની જરૂર હતી ત્યારે કોહલીએ જ નો બોલમાં 6 રન ફટકારી ટીમ ઈન્ડિયાની જીત પાક્કી કરી હતી. આ મેચમાં વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. છેલ્લી ઓવરના પહેલા બોલમાં  વિકેટ ગઈ હતી. બીજા બોલ પર એક રન આવ્યો હતો. જ્યારે ત્રીજા બોલ પર બે રન આવ્યા હતા. હવે ચોથા બોલ પર વિરાટ કોહલી સ્ટ્રાઈક પર હતા, વિરાટ કોહલીએ નો બોલ પર સિક્સ ફટકારી દીધી હતી અને ત્યાર બાદ બોલર પ્રેશરમાં આવી જતાં વાઈડ બોલ ફેંકી દીધો હતો. ત્યાર બાદ ચોથા બોલમાં વિરાટે ત્રણ રન કર્યા હતા અને સ્ટ્રાઈક બદલાઈ હતી. પાંચમા બોલ પર વિકેટ ગઈ હતી અને વિકેટ બાદ વાઈડ બોલ ગયો હતો અને છેલ્લા બોલે અશ્વિને 1 રન ફટકારી ભારતને જીત અપાવી હતી. 


પાકિસ્તાનના વિરાટ કોહલી રહ્યા ઈફ્તિકાર-મસૂદ 

પાકિસ્તાન તરફથી ઈફ્તિકાર અહમદે 51 રનની ઈનિંગ રમી હતી. શાન મસૂદે પણ 52 રન બનાવ્યા હતા. આ જ બંને બલ્લેબાજોએ પાકિસ્તાનની ટીમને સંભાળી હતી. બંને ઓપનર્સે ફિફ્ટી પણ પૂરી કરી હતી. ઈફ્તિકારની વાત કરીએ તો શમીના બોલ પર તેમનો એક કેચ આશ્વિનથી છૂટ્યો હતો. પાકિસ્તાનના 6 બેટ્સમેન બે આંકડાના રન નહોતા બનાવી શક્યા 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?