સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજીની પ્રતિમા નીચે ભીંત ચિત્રોને લઈને સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતનના વિવાદ સર્જાયો હતો. આ ઝગડાના અંત માટે રાજ્યની ભાજપ સરકારે અંગત રસ લીધો હતો, અને રાજ્ય સરકારની મધ્યસ્થીથી આ ભીંત ચિત્રોને હટાવી લેવાયામાં આવ્યા હતા અને આ મામલો શાંત થયો હતો. જો કે તાજેતરમાં ભાજપના નેતાઓ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કે અનુયાયીઓ દ્વારા જે પ્રકારના નિવેદનો આવી રહ્યા છે તે જોતા મામલો હમણા ઠારે પડે તેવું લાગતું નથી. તાજેતરમાં જ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના રહેવાસી દિનેશ પ્રસાદ ઉર્ફે દિનેશ પટેલે એક વીડિયોમાં સનાતન ધર્મ વિશે બફાટ કર્યો હતો. તો જાણે તેમને જવાબ આપતા હોય તેમ આજે પંચમહાલ જિલ્લાના કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે સ્વામિનારાયણ સંપ્રદાય પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. આ બંનેના વિવાદાસ્પદ નિવેદનોએ રાજ્ય સરકારના પ્રયાસો પર પાણી ફેરવી દીધું છે. હાલ જે પ્રકારની પરિસ્થિતી જોવા મળી રહી છે તે જોતા એવું જણાય છે કે 'બાત નિકલી હૈ તો દુર તક જાયેગી'!
દિનેશ પ્રસાદે શું બફાટ કર્યો હતો
દિનેશ પ્રસાદ નામના આ કથિત સાધુએ સનાતન ધર્મ અને હિન્દુ દેવી-દેવતીઓ વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. આ વીડિયોમાં આચાર્ય દિનેશ પ્રસાદ કહી રહ્યા છે કે "સનાતનના દેવી દેવતાઓને મંદિરમાંથી કાઢવાના છે આ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે તેમજ સ્વામિનારાયણ ભગવાન સનાતન ધર્મથી નારાજ થઈ ગયા છે અને આપણે હવે કોઈ દેવી- દેવતા સાથે કોઈ લેવા દેવા નથી તેમજ આપણે અલગ ધર્મ બનાવવાનો છે અને હિંદુ ધર્મના એવા લોકો કે જે દેવી દેવતાને માનતા ન હોય તેમજ સનાતની સિવાય બધા ધર્મના લોકોને સ્વામીનારાયણ ભગવાન સ્વીકારશે. વીડિયોમાં આગળ બોલતા આચર્ય દિનેશ પ્રસાદ કહ્યું છે કે બીજા અન્ય ધર્મના લોકોએ મને ફોન કરીને મારી પાસે આવો, તમારા દુઃખ તેમજ રોગ બધું જ ભગવાન કાઢી આપશે. હવે સનાતન ધર્મવાળા કોઈએ પણ મારી બાજુ ફરકવાનું નથી. ભગવાનની આજ્ઞા સિવાય બધા સંપ્રદાયો બંધ થવાના છે અને આપણે મંદિરોમાંથી અન્ય દેવી-દેવતાઓને કાઢવાના છે."
દિનેશ પ્રસાદે અંતે માફી માગવી પડી
સનાતન ધર્મ વિશે વીડિયોમાં બફાટ કર્યા બાદ અંતે દિનેશ પ્રસા માફી માગવી પડી હતી. તેમણે ખુલાસો આપતા કહ્યુ છે કે, ‘મારા શરીરમાં બે વસ્તુઓ કામ કરે છે એક ભગવાન અને અસુર. આસુરી શક્તિઓ મારા શરીરમાં આવીને બોલાવી જાય છે. જ્યારે ભગવાનની વાત કરવાની હોય છે, ત્યારે આ અસુરી શક્તિઓ આવી મારી પાસે નેગેટિવ બોલાવી જાય છે. આચાર્ય દિનેશ પ્રસાદની પદવી માત્ર ભગવાન સ્વામિનારાયણ નીલકંઠવર્ણી સ્વરૂપ છે.’
Kalolના MLA Fatehsinh Chauhanએ Swaminarayan ધર્મ વિશે આપ્યું આ નિવેદન! #kalol #fatehsinhchauhan #kalolmla #swaminarayan #swamirayansampraday #sanatandharm #gujarat #viralvideos #jamawat #jamawatupdate pic.twitter.com/fQ77mG0FZc
— Jamawat (@Jamawat3) September 11, 2023
MLA ફતેસિંહ ચૌહાણે કર્યો વાણી વિલાસ
Kalolના MLA Fatehsinh Chauhanએ Swaminarayan ધર્મ વિશે આપ્યું આ નિવેદન! #kalol #fatehsinhchauhan #kalolmla #swaminarayan #swamirayansampraday #sanatandharm #gujarat #viralvideos #jamawat #jamawatupdate pic.twitter.com/fQ77mG0FZc
— Jamawat (@Jamawat3) September 11, 2023કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનું જાહેર મંચ પર આપેલું નિવેદન સામે આવી રહ્યું છે. પોતાના મતવિસ્તારના કાર્યક્રમમાં તેઓ સ્ટેજ પરથી તેમણે કહ્યું, એના મંદિરમાં કોઈ દાડો જય નહીં બોલવાનું. હું એકવાર સોખડા ગયો હતો અને સત્સંગમાં મેં કીધું હતું કે તમે સદગુરુને માનો છો? ત્યારે એક જણાએ કહ્યું હતું કે 'ના' કેમ? મેં ત્યારે કહ્યું હતું કે જેને જેને સદગુરુનો દોષ લાગ્યો હોય તે ધરતી પર રહ્યા નથી. આ સ્વામિનારાયણ સંપ્રદાય એ કોઈ જ્ઞાનનો અખાડો નથી, સ્વામિનારાયણ સંસ્થા છે, પૈસા ભેગા કરવાની સંસ્થા છે, કોઈ ધર્મનું જ્ઞાન નથી. એટલા બધા વ્યાભિચારી સંત રોજ સમાચારમાં આવે છે અને અનેક મંદિરોમાં ઝઘડા ચાલે છે. આપણે દેવી-દેવતાઓના નામ પર તેનો સંપ્રદાય ચલાવે છે.
શું વિવાદ શાંત થશે?
રાજ્યમાં સ્વામિનારાયણ સંપ્રદાય એક વગદાર પંથ મનાય છે. રાજ્ય સરકારે પણ હિંદુઓમાં એકતા જળવાઈ રહે અને કોઈ પ્રકારનું વૈમનસ્ય પેદા ન થાય તે માટે આ VHP આગેવાનો અને સનાતન ધર્મના અગ્રણીઓને આગળ કરીને ઘીના ઠામમાં ઘી પડે તે માટે પ્રયાસો કર્યા હતા. આ પ્રયત્નો ઘણા અંશે સફળ પણ રહ્યા હતા. જો કે હવે રહી રહીને બંને વર્ગના લોકો દ્વારા જે પ્રકારે ઉશ્કેરણીજનક નિવેદનો કરવામાં આવી રહ્યા છે તે જોતા વિવાદ હાલ શાંત થાય તેવું જણાઈ રહ્યું નથી, ઉલટાનું આ વિવાદ વધુ વકરે તેવું લાગી રહ્યું છે.