સાળંગપુર ભીંતચિત્રો મામલે સરકારે ઝંપલાવ્યું, આજે બપોરે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સાથે CM કરશે બેઠક


  • Published By :
  • Published Date : 2023-09-04 14:47:44

સાળંગપુરમાં આવેલા સુપ્રસિદ્ધ  હનુમાનજી મંદિરમાં તૈયાર કરાયેલા વિવાદાસ્પદ શિલ્પચિત્રો મામલે કારણે સમગ્ર રાજ્યમાં વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર પરિસરમાં કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી મૂર્તિના બેઝમાં કંડારવામાં આવેલા શિલ્પ ચિત્રોમાં હનુમાનજી નીલકંઠવર્ણીને પ્રણામ કરતી મુદ્રામાં દર્શાવતા વિવાદ વકર્યો છે. આને પગલે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે રાજ્યના અનેક સાધુ સંતો, લોક કલાકારો સહિત અનેક લોકો વિરોધ કરી રહ્યા છે. જો કે હવે મામલો બેકાબુ થતો જણાતા રાજ્ય સરકારે દરમિયાનગીરી કરી છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે એક બેઠક યોજાશે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રહેશે તેવી શક્યતા છે.


CM ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે સંતો સાથે કરશે બેઠક


સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. સાળંગપુર ભીંતચિત્રોનો વિવાદ હવે સરકાર સુધી પહોંચ્યો છે. આજે બપોરે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે મહત્વની બેઠક યોજવા જઈ રહી છે. આજે બપોરે 3 વાગ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ સંતો સાથે બેઠક યોજાશે. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. 


સંત સમિતિની રચના કરાઈ 


સાળંગપુરમાં સ્વામિનારાયણના સંતો વચ્ચે અંદાજે 3 કલાક સુધી બેઠક ચાલી હતી. જો કે આ બેઠકમાં દાદાના વિવાદિત ભીંતચિત્રો હટાવવાને લઇને કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો ન હતો. વિવાદ ઉકેલવા માટે હવે સંત સમિતિની રચના કરવામાં આવી છે. પરંતુ હનુમાનદાદાના ભીંતચિત્રોને લઇને ઉઠેલો વિવાદ હજુ પણ વણઉકેલ્યો રહ્યો છે. આ સમિતિ ચર્ચા-વિચારણા કરીને ટૂંક સમયમાં નિર્ણય લેશે. આ બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય 6 મંદિરના 50 જેટલા સંતો હાજર રહ્યાં હતા. જેમાં વડતાલ, જૂનાગઢ, ધોલેરા, ભુજ, અમદાવાદ અને ગઢડા મંદિરના સંતો ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો પણ હાજર રહ્યા હતા. તેમજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. ઉલ્લેખનિય છે કે  હનુમાનજીની વિશાળ પ્રતિમાના પ્લેટફોર્મમાં તૈયાર કરાયેલા વિવાદાસ્પદ શિલ્પચિત્રો મામલે રાજ્યના તમામ મોટા સાધુ સંતો અને મહંતોએ આકરૂ વલણ દાખવ્યું છે. તમામ સંતોએ એકસૂરે આ શિલ્પચિત્રો હટાવવાની માગ કરી છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?