Ram Mandir આંદોલન વખતે કાર સેવકો પર ગોળી ચલાવવાના નિર્ણયને Swami Prasad Mauryaએ યોગ્ય ગણાવ્યો, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-10 13:52:14

દરેક જગ્યા પર અયોધ્યના રામ મંદિરની ચર્ચા થઈ રહી છે. 22 જાન્યુઆરીની રાહ ભગવાન રામના ભક્તો જોઈ રહ્યા છે. આ તારીખે ભગવાન રામની મૂર્તિ નવનિર્મિત મંદિરમાં સ્થાપિત થશે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તૈયારીઓ ફૂલ જોશમાં ચાલી રહી છે. દુલ્હનની જેમ આખી રામનગરીને સજાવવામાં આવી છે. રામ મંદિરને લઈ રાજકારણ ચાલી રહ્યું છે. મંદિરને લઈ અલગ અલગ નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે રામ પ્રસાદ મોર્યનું એક નિવેદન સામે આવ્યું છે  જેમાં તે કહી રહ્યા છે કે કાર સેવકો પર કરવામાં આવેલી ગોળીબારી યોગ્ય હતી! 

કાર સેવકો પર કરવામાં આવી હતી ગોળીબારી  

રામ મંદિરને લઈ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. રામ મંદિરને લઈ અનેક આંદોલનો ચાલ્યા, અનેક કાર સેવકોએ ગોળી ખાધી. દેશના અનેક રાજ્યોમાં આ આંદોલનની ચળવળ જોવા મળી હતી. આ આંદોલન 500 વર્ષ ચાલ્યું. આખા આંદોલન દરમિયાન અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે બાબરી મસ્જિદને તોડવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં કાર સેવકો ત્યાં હાજર હતા. કાર સેવકો પર ગોળીબારી કરવામાં આવી હતી જેમાં અંદાજીત 5 કાર સેવકોના મોત થઈ ગયા હતા. જ્યારે આખી ઘટના બની ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ હતા. આ ગોળીબારના બે દિવસ પછી એટલે કે 2 નવેમ્બરે હજારો કાર સેવક હનુમાન ગઢીની નજીક પહોંચી ગયા હતા. આ ઘટનાના બે દિવસ પછી 6 ડિસેમ્બર, 1992માં વિવાદિત ઢાંચાને તોડવામાં આવ્યો હતો. 


તે વખતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી હતા મુલાયમ સિંહ 

વિવાદને ધ્યાનમાં રાખી પોલીસના કાફલાને પણ તૈનાત કરવામાં આવ્યો હતો. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે બારકેડિંગ પણ લગાવી દીધી હતી. મોટા પ્રમાણમાં કાર સેવકો ત્યાં હાજર હતા. ભીડ બેકાબુ થઈ ગઈ અને પોલીસે કાર સેવકો પર ગોળી ચલાવી દીધી. પોલીસની ગોળીબારીથી પાંચ કાર સેવકોના મોત થઈ ગયા હતા. આ ઘટનાને લઈ મુખ્યમંત્રી મુલાયમ સિંહનું નિવેદન પણ સામે આવ્યું હતું. સીએમએ દુખ વ્યક્ત કર્યું અને કહ્યું હતું કે તેમની પાસે બીજો કોઈ રસ્તો ન હતો આ કર્યા સિવાય. 

अतीत के आईने सेः उत्तर प्रदेश की राजनीति में वंशवृक्ष 'मुलायम सिंह' का  सियासी कुनबा - Mulayam Singh political dynasty in Uttar Pradesh Jagran  Special

સ્વામી પ્રસાદ મોર્યનું સામે આવ્યું નિવેદન!

ત્યારે રામ મંદિરને લઈ સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મોર્યાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તે કહી રહ્યા છે કે સરકારે સંવિધાન અને કાયદાની રક્ષા કરવા માટે ગોળીબારી કરી હતી. કોઈ પણ પ્રશાસનિક કે ન્યાયપાલિકાની પરવાનગી લીધા વગર મોટા પ્રમાણમાં અરાજક તત્વોએ તોડફોડ કરી હતી. તત્કાલીન સરકારે સંવિધાન અને કાનૂનની રક્ષા માટે, સુખ શાંતિ બચાવવા માટે ગોળી ચલાવડાવી હતી. તે સરકારનું પોતાનું કર્તવ્ય હતું અને સરકારે પોતાનું કર્તવ્ય નિભાવ્યું.      



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.