SC, ST, OBC, મુસ્લિમો અને વિચરતી જાતિઓ માટે શરૂ કરાઈ સ્વાભિમાન હેલ્પલાઈન, પિડીતો ફોન કરીને માગી શકશે મદદ


  • Published By :
  • Published Date : 2023-05-22 17:25:14

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં દલિતો, આદીવાસીઓ, OBC, મુસ્લિમો,  વિચરતી અને વિમુક્ત જાતિઓ પર હુમલા વધી રહ્યા છે. આ લોકો પર એક યા બીજી રીતે અત્યાચારો થઈ રહ્યા છે. તાજેતરમાં ગૃહમંત્રી દ્વારા પાર્લામેન્ટમાં આપવામાં આવેલા ચોંકાવનારા આંકડામાં પણ આ હકીકતનો ખુલાસો થયો હતો. ગૃહમંત્રીના જણાવ્યા પ્રમાણે દેશમાં છેલ્લા 4 વર્ષમાં અનુસુચિત જાતિના એટલે કે દલિત સમાજના 1.89 લાખ એટ્રોસીટીના અત્યાચારના કેસ નોંધાયા છે. દલિત સમાજ પર એક કે બીજા પ્રકારે અત્યાચારો અને હિંસાની ઘટનાઓ વધી રહી છે. સરકારે આપેલા સત્તાવાર આંકડા ઉપરાંત અત્યાચારની વણનોંધાયેલી બીજી હજારો ઘટનાઓ રાજ્ય અને દેશમાં બને છે, જે ક્યારેય સામે આવતી જ નથી. આ જ કારણે રાજ્યમાં સ્વાભિમાન હેલ્પલાઈનની શરૂઆત કરવામાં આવી છે.


ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આપી જાણકારી


વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સ્વાભિમાન હેલ્પલાઈન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ હેલ્પલાઈનનો હેતુ દલિતો, આદીવાસીઓ, OBC, મુસ્લિમો,  વિચરતી અને વિમુક્ત જાતિઓ પર થતા અત્યાચાર સામે રક્ષણ આપવાનો છે. જિજ્ઞેશ મેવાણીએ વિડીયોના માધ્યમથી જણાવ્યું કે ગુજરાતમાં અત્યાચારની આવી ઘટનાઓ સતત બની રહી છે. જેમ કે ઉના કાંડ, થાનગઢ દલિત હત્યાકાંડ, ભાનુભાઈ વણકરનું આત્મવિલોપન, અમરાભાઈ બોરીચા હત્યાકેસ, તાજેતરમાં બનેવી વાલમની દીકરી સાથે થયેલી ઘટના કે પછી દલિતોને કુવામાંથી પાણી ન ભરવા દેવું, મંદિર પ્રવેશના મુદ્દે દલિત વ્યક્તિ સાથે મારપીટના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે.


સ્વાભિમાન હેલ્પલાઈન શા માટે?


રાજ્યમાં  દલિતો, આદીવાસીઓ, OBC, મુસ્લિમો,  વિચરતી અને વિમુક્ત જાતિઓ સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે. આ વર્ગના લોકો તેમની સાથે થઈ રહેલા અત્યાચારોની ફરિયાદ નોંધાવવા જાય તો પણ તેમને બેફામ શબ્દો બોલી અડધુત કરીને પોલીસ સ્ટેશનમાંથી ભગાડી મુકવામાં આવે છે. આ જ પ્રકારે કલેક્ટર, પ્રાંત કે મામલતદાર કચેરીઓમાં પણ તેમની સાથે સહાનુભૂતિ દાખવવામાં આવતી નથી. આવા કિસ્સાઓમાં આ કચડાયેલા સમાજના લોકોને ન્યાય મળતો નથી. સ્વાભિમાન હેલ્પલાઈન શરૂ કરવાનો હેતું તેમને કાનુની મદદ અને સંરક્ષણ આપવાનો છે. સ્વાભિમાન હેલ્પલાઈનમાં ફોન કરનારી પિડીત વ્યક્તિને તમામ પ્રકારની મદદ આપવામાં આવશે. દલિતો અને આદિવાસીઓ સહિતના વર્ગના લોકો માટે આ હેલ્પલાઈન નંબર 9724344061  આશિર્વાદરૂપ સાબિત થશે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...