સુઝલોન એનર્જીના ચેરમેન તુલસી તંતીનું હાર્ટ એટેકથી 64 વર્ષની વયે પુણેમાં નિધન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 11:25:43

વિન્ડ એનર્જી ક્ષેત્રે સમગ્ર દેશ અને વિદેશમાં પણ ડંકો વગાડનાર  અને સુઝલોન અનર્જીના ચેરમેન તુલસી તંતીનું હાર્ટ એટેકથી અવસાન થયું છે. તેમના નિધનથી ઔદ્યોગિક અને વેપાર જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વિન્ડ એનર્જી ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવનાર અને ભારતના વિન્ડ મેન તરીકે ઓળખાતા તુલસી તંતીએ 64 વર્ષની વયે પુણેમાં અંતિમ શ્વાસ લીધા. 



તુલસી તંતીની જીવન યાત્રા


તુલસી તંતીનો જન્મ 2 ફેબ્રુઆરી, 1958ના રોજ રાજકોટમાં રણછોડભાઈ અને રંભાબેન તંતીના ઘેર થયો હતો. તેમનો પરિવાર ખેતી અને બિઝનેસ સાથે સંકળાયેલો હતો. તુલસી તંતીએ રાજકોટની સેન્ટ મેરી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. પી ડી માલવિયા કોલેજમાંથી કોમર્સ અને પોલિટેકનિક ઈન્સ્ટિટ્યુટમાંથી  ડિપ્લોમા ઈન મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી.  તુલસી તંતી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બહુ મિત્રવર્ગ ધરાવતા હતાં.


કેવી રીતે આવ્યો સુઝલોનનો વિચાર?


તુલસી તંતીએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 1978માં પારિવારિક બિઝનેસમાં જોડાયા હતા. 1990ના દાયકામાં તંતી ટેક્સટાઈલ બિઝનેસમાં કામ કરી રહ્યા હતા, તે સમયે ભારતમાં વીજળીની મોટી સમસ્યા હતી. વીજળીની અનિયમિતતાના કારણે ટેક્સટાઈલ બિઝનેસના નફાનો મોટો ભાગ તેમાં ખર્ચ થઈ જતો હતો. આ સમસ્યાના ઉકેલ માટે તેમણે રાજકોટમાં કેટલાંક મિત્રોની મદદથી 1995માં પવન ઊર્જાના ઉત્પાદન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને સુઝલોન કંપનીની સ્થાપના કરી. ધીમે ધીમે તેમનો બિઝનેસ જામવા લાગ્યો અને 2001માં તેમણે આ પવન ઊર્જા બિઝનેસમાં સંપૂર્ણ ધ્યાન આપી શકાય તે હેતુથી ટેક્સટાઈલ યુનિટ વેચી દીધું.


આજે સુઝલોન એનર્જી વિન્ડ ટર્બાઈનના ઉત્પાદન અને સર્વિસિગ સાથે સંકળાયેલું નામ ધરાવે છે. તે દેશની સૌથી મોટી વિન્ડ એનર્જી કંપની છે. સુઝલોન એનર્જી 17 જેટલા દેશોમાં 19 ગીગાવોટ ક્ષમતાના વિન્ડ ફાર્મ ધરાવે છે. કંપનીએ 27 વર્ષ પહેલા પવન ચક્કીની શરૂઆત કરી હતી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?