Junagadh તોડકાંડના મુખ્ય આરોપી સસ્પેન્ડેડ PI Taral Bhattની પોલીસે કરી ધરપકડ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-02 14:25:59

ખાખીનો ઉપયોગ કરી કથિત રીતે તોડ કરતા ત્રણ સ્ટાર વાળા સસ્પેન્ડેડ પીઆઇની પોલીસે ધરપકડ કરી લીધી છે. ગુજરાત પોલીસને માથે કલંકનું ટીકુ લગાડનાર પીઆઇના તોડકાંડ બાબતે હવે તપાસ કરવામાં આવશે અને જો આ તોડકાંડમાં પીઆઇ દોશી હશે તો આ પીઆઇને દિવસમાં તારા દેખાશે.

તરલ ભટ્ટની કરવામાં આવી ધરપકડ 

અહીંયા વાત થઈ છે જૂનાગઢ તોડકાંડની કે જેના મુખ્ય આરોપી છે સસ્પેન્ડેડ પીઆઇ તરલ ભટ્ટની . આ તરલ ભટ્ટની ATS દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. ગઈકાલે અમદાવાદ સ્થિત નિવાસ્થાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસની ભીસ વધતા તરલ ભટ્ટનું પગેરુંમળી આવ્યું હતું અન્ય બે આરોપીની શોધખોળ ATSએ હાથ ધરી છે. અમદાવાદના રિંગ રોડ પરથી તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે.

જૂનાગઢ તોડકાંડ મામલે ફરાર CPI તરલ ભટ્ટની ATSએ ધરપકડ કરી - મુંબઈ સમાચાર

જેલના હવાલે થશે તરલ ભટ્ટ!

સાયબર ક્રાઇમના એક્ષ્પર્ટ પીઆઇ તરલ ભટ્ટ વિદેશ ભાગી ગયા હોવાની ચર્ચાઓ પણ થઇ હતી પણ હવે તરલ ભટ્ટ જેલની હવા ખાવાના છે કારણ કે તે જૂનાગઢ તોડકાંડમાં આરોપી છે.  ત્યારે જૂનાગઢ તોડકાંડ છે શું અને શું તોડ થયો હતો તેની વાત કરીયે તો આ પીઆઇ દ્વારા 335 જેટલા બેન્ક એકાઉન્ટો સીઝ કરવામાં આવ્યા હતા અને આ એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જેમાં એક વ્યક્તિની ફરિયાદથી આ તોડકાંડ બહાર આવ્યું. 


શું હતો સમગ્ર મામલો? 

કેરળના વેપારી કાર્તિક ભંડારીનું બેંક એકાઉન્ટ જૂનાગઢ SOG દ્વારા સીઝ કરવામાં આવ્યું હતું. આ મામલે તેમણે પોલીસનો સંપર્ક કરતા વેપારીને જૂનાગઢ આવવા માટે કહેવાયું હતું. અહીં આવવા પર વેપારીને EDમાં રિપોર્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી અને એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે રૂ.25 લાખની માંગણી કરવામાં આવી હતી. જે બાદ વેપારીએ જૂનાગઢના રેન્જ આઈ.જીનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી હતી. રેન્જ IGએ તપાસ કરાવતા SOG દ્વારા આવા એક-બે નહીં પરંતુ 335 જેટલા એકાઉન્ટ ખોટી રીતે ફ્રીઝ કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો હતો. જે માણાવદરના PI તરલ ભટ્ટ, SOGના PI અરવિંદ ગોહિલ અને ASI દીપક જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


એ.ટી.એસ કરી રહી હતી તરલ ભટ્ટની તપાસ!

જૂનાગઢના આ તોડકાંડની ગુંજ છેક ગાંધીનગર અને સરકાર સુધી પહોંચી હતી અને સરકારની મધ્યસ્થી બાદ આ કેસમાં ફરિયાદ દાખલ થઈ હતી. હવે આ કેસની તપાસ સરકારની ખાસ ગણાતી ATS કરી રહી છે. જે એજન્સીનું કામ આતંકવાદી પકડવાનું છે તે એજન્સી હવે આ તોડકાંડની તપાસ કરી રહી છે. હવે તરલ ભટ્ટના હાજર થયા બાદ તેની તપાસ કઈ દિશામાં જાય છે તે હવે જોવું રહ્યું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?