સુષ્મિતા સેને એન્જિયોપ્લાસ્ટી બાદ ફરી શરૂ કર્યું વર્ક આઉટ, સોશિયલ મીડિયામાં શેઅર કરી તસવીર


  • Published By :
  • Published Date : 2023-03-08 15:37:38

બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેને ફરીથી તેનું રૂટીન વર્કઆઉટ શરૂ કરી દીધું છે.  સુષ્મિતા સેને સોશિયલ મીડિયામાં તેની વર્કઆઉટ કરતી એક તસવીર પણ શૅર કરી છે. આ તસવીરમાં તે સ્ટ્રેચિંગ કરતી જોવા મળી હતી. સુષ્મિતાએ હોળીની શુભેચ્છા આપીને કહ્યું હતું કે તેના વર્કઆઉટને કાર્ડિયોલૉજિસ્ટે અપ્રૂવ કર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે સુષ્મિતાને 27 ફેબ્રુઆરીના દિવસે હાર્ટ અટેક આવ્યો હતો. ત્યારબાદ તેને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ હોસ્પિટલમાં જ તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. સુસ્મિતા સેને જ તેને હાર્ટ એટેક આવ્યો હોવાની જાણકારી સોશિયલ મીડિયા મારફતે આપી હતી. 


  સુષ્મિતા સેને શું કહ્યું?


સુષ્મિતાએ વર્કઆઉટની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'વ્હીલ ઑફ લાઇફ. આ મારા કાર્ડિયલૉજિસ્ટે અપ્રૂવ કર્યું છે. સ્ટ્રેચિંગ શરૂ થઈ ગયું છે. મજા આવે છે. આ મારી હેપ્પી હોલી છે. તમારી કેવી છે?'


શૂટિંગ દરમિયાન બીમાર પડી


સુષ્મિતા સેન શૂટિંગમાં દરમિયાન જ બિમાર પડતા સેટ પર હાજર ડૉક્ટરે સુષ્મિતાને તપાસી અને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાનું કહ્યું હતું. નાણાવટી હોસ્પિટલના ડૉક્ટરે એન્જિયોપ્લાસ્ટી કરવાનું કહ્યું હતું અને સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું. સુષ્મિતાને હાર્ટમાં 95% બ્લોકેજ હતું. નાણાવટી હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી બાદ પહેલી માર્ચે સુષ્મિતા સેનને રજા આપી દેવામાં આવી હતી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ એક્ટ્રેસે સો.મીડિયામાં ચાહકોને આ અંગે માહિતી આપી હતી. ઉલ્લેખનિય છે કે 47 વર્ષીય સુસ્મિતા સેન બોલિવુડની ફિટેસ્ટ એક્ટ્રેસ પૈકીની એક છે. તે સોશિયલ મીડિયામાં અવાર-નવાર ફિટનેસ વીડિયો અને તસવીરો શૅર કરતી હોય છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?