8 નવેમ્બર 2016ની મધ્યરાત્રીએ વડાપ્રધાન મોદીએ નોટબંધીના નિર્ણય અંગે જાહેરાત કરી હતી. જેને લઈ 500 તેમજ 1000 રૂપિયાની નોટને પાછી લેવાઈ હતી. આ નિર્ણય પાછળ સરકાર એવું માનતી હતી કે મોટી નોટ બંધ કરવાથી દેશમાં ભ્રષ્ટાચાર અટકી જશે. પરંતુ નોટબંધી લાગુ કર્યા બાદ 2000 રૂપિયાની નોટને ચલણમાં મૂકી હતી. ત્યારે આ 2000 રૂપિયાની નોટને બંધ કરવા ભાજપના જ સંસદસભ્ય સુશીલકુમાર મોદીએ માગણી કરી છે. રાજ્યસભામાં 2000ની ચલણી નોટને બંધ કરવાનો મુદ્દો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે 2000ની નોટ બજારમાં ભાગ્યે જ જોવા મળે છે. જેને કારણે એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ નોટ ચાલતી નથી ઉપરાંત એટીએમમાંથી પણ આ નોટ આવતી નથી. ત્યારે 2000ની નોટ બંધ કરવી જોઈએ તેવી માગ તેમણે કરી હતી.
ભ્રષ્ટાચારને રોકવા સરકારે કરી હતી નોટબંધી
મોદી સરકારે આટલા વર્ષોના શાસનમાં અનેક નિર્ણયો લીધા છે. અનેક એવા નિર્ણયો હતા જેનો ભારે વિરોધ થયો હતો. તેમાંથી એક નિર્ણય હતો નોટબંધીનો. 9 ડિસેમ્બર 2016થી 500 અને 1000 રૂપિયાની નોટને પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પૈસા જમા કરાવા લાઈનમાં કલાકો સુધી ઉભા રહેવું પડતું હતું. આટલી મુસીબતનો સામનો લોકોએ કર્યો એમ માનીને કે ભષ્ટ્રાચાર ઓછો થશે. પરંતુ થોડા સમય બાદ સરકારે 2000 રૂપિયાની નોટ ચલણમાં મૂકી. આ નોટને જોઈ લોકો આશ્ચર્ય પામ્યા. પરંતુ આ નિર્ણયનો લોકોએ સ્વીકાર કર્યો.
2000ની નોટને બંધ કરવા સુશીલકુમાર મોદીએ કરી માગ
પરંતુ ધીરે-ધીરે બજારમાંથી 2000 નોટ લુપ્ત થતી ગઈ. હાલ પણ 2000ની નોટ બહુ ઓછી જોવા મળે છે. ત્યારે આ વાતને રાજ્યસભામાં ભાજપના જ નેતાએ ઉપાડ્યો હતો. બિહાપન પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ રાજ્યસભામાં 2000ની નોટને બંધ કરવાનો મુદ્દો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે 2000ની નોટનો ઉપયોગ ગેરકાયદેસર વ્યાપારમાં મોટા પાયે કરાતો હતો જેને કારણે આ નોટ સરકાર ઓછી છાપી રહી છે. આ ગુલાબી રંગની નોટ બજારમાં ભાગ્યે જ જોવા મળે છે. એટીએમમાંથી પણ આ નોટ આવતી નથી. ત્યારે સરકારે 2000 રૂપિયાની નોટને વ્યવહારમાંથી બંધ કરવી જોઈએ તેવી માગ ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્યે કરી છે.