RJDના ટ્વિટ પર સુશીલ મોદીનો પ્રહાર 'નવા સંસદ ભવનને કૉફિન સાથે સરખાવનારાઓ સામે દેશદ્રોહનો કેસ કરો'


  • Published By :
  • Published Date : 2023-05-28 13:30:52

નવા સંસદ ભવનના ઉદઘાટનને લઈને રાજકારણ ગરમાયું છે. તેમાં પણ લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રિય જનતાદળ દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ ટ્વીટના કારણે દેશદ્રોહની ફરિયાદ દાખલ કરવાની માગ ઉઠી છે. RJDએ કોફિંગની સાથે-સાથે સંસદ ભવનની તસવીર શેર કરી લખ્યું હતું કે આ શું છે? RJD દ્વારા કરવામાં આવેલા ટ્વીટના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.


દેશદ્રોહનો કેસ કરો-સુશીલ કુમાર મોદી


RJD દ્વારા નવા સંસદ ભવનની તુલના કોફિંગ સાથે કરવાને લઈ ભાજપના નેતા અને બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને રાજ્ય સભા સાંસદ સુશીલ કુમાર મોદીએ આરજેડી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આવા લોકો સામે દેશદ્રોહનો કેસ થવો જોઈએ. સુશીલ કુમાર મોદીએ આ પ્રકારના ટ્વીટને લઈ પૂછ્યું હતું કે શું RJDના સાંસદો લોકસભા ના સાંસદ પદેથી રાજીનામું આપશે?


બિજેપીએ આરજેડીના આ ટ્વીટની ઝાટકણી કાઢી


બિજેપીના અગ્રણી નેતા અને દુષ્યંત ગૌતમે આરજેડીના આ ટ્વીટને શરમજનક ગણાવ્યું હતું. તેમણે કહ્યું ' આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, આજે તે  સંસદ ભવનની તુલના કોફિંગ સાથે કરી રહ્યા છે, તો શું  તે જુની સંસદની તુલના ઝીરો સાથે કરી રહ્યા હતા? શું આપણે પહેલા શુન્યમાં બેસતા હતા?' 


RJDએ કરી આ સ્પષ્ટતા


કોફિન વિવાદ વધતા RJDએ સ્પષ્ટતા કરી છે, RJDના નેતા શક્તિ સિંહ યાદવે કહ્યું કે લોકશાહીને દફન કરી દેવામાં આવી છે. એટલા માટે અમારા ટ્વીટમાં કોફિન પ્રતિકાત્મક રીતે બતાવવામાં આવ્યું છે. દેશ આ બાબત સ્વિકાર કરશે નહીં. સંસદ, લોકશાહીનું મંદિર હોય છે. આ એવી જગ્યા છે જ્યાં ચર્ચાઓ થાય છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?