સુશાંતસિંહ રાજપુતની આજે ત્રીજી પુણ્યતિથિ! સોશિયલ મીડિયા પર બહેને અને રિયા ચક્રવતીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ!


  • Published By :
  • Published Date : 2023-06-14 16:04:33

બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર સુશાંતસિંહ રાજપુતે 14 જૂન 2020ના રોજ દુનિયાને અલવિદા કહી દીધું હતું. બાંદ્રામાં તેમના ફ્લેટમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આ સમાચાર સાંભળતા સુશાંતરાજપુતના ફેન્સ પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી રીતે દુખ આવી પડ્યું હતું. કાઈ પો ચેથી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું જે બાદ ચાહકોના દિલમાં તેમણી અલગ છાપ ઉભી થઈ હતી. આત્મહત્યાનું સાંભળી સુશાંતસિંહ રાજપુતના ફેન્સે આ વાતનો સ્વીકાર ન કર્યો હતો. મોત અંગેની તપાસ સીબીઆઈ અને એનસીબીને સોંપવામાં આવી હતી. આજે સુશાંતસિંહ રાજપુતની પુણ્યતિથિ છે. ત્યારે અભિનેતાને તેમની બહેન, રિયા ચક્રવતી તેમજ અનેક ફેન્સે તેમને યાદ કર્યા છે.


સુશાંતસિંહની બહેને શેર કરી ઈમોશનલ પોસ્ટ!

સુશાંત સિંહ રાજપુતની આજે ત્રીજી પુણ્યતિથિ છે. તેમની પુણ્યતિથિ પર અનેક લોકોએ તેમને યાદ કર્યા હતા. અભિનેતાને યાદ કરી અમેરિકામાં રહેતી તેમની બહેને ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. સોશિયલ મીડિયા પર શ્વેતા શાહે સુશાંત સિંહ રાજપૂતને યાદ કરી કહ્યું કે તેને સુશાંત માટે ડેથ એનિવર્સરી શબ્દનો ઉપયોગ કરવાનું પસંદ નથી. તે હંમેશા તેની આસપાસ તેના ભાઈને અનુભવે છે. પોતાની પોસ્ટમાં શ્વેતાએ અનેક તસવીરો પણ શેર કરી હતી જેને સુશાંતે વાંચવાનું સૂચન કર્યું હતું. તે સિવાય ઈન્સ્ટાગ્રામમાં તેમણે વીડિયો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે લવ યુ ભાઈ અને તમારા દિમાગને સલામ. હું તમને દરેક ક્ષણે યાદ કરૂં છું. પરંતુ હું જાણું છું કે તમે મારો જ એક ભાગ છો. 



રિયા ચક્રવતીએ વીડિયો પોસ્ટ કરી સુશાંતને કર્યા યાદ!

તે સિવાય સુશાંતસિંહ રાજપુતની એક્સ ગર્લફ્રેન્ડ પણ તેમની સુશાંતની યાદમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. સુશાંત-રિયા એકબીજા સાથે ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં વીડિયોમાં દેખાઈ રહ્યા છે. જે વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે તેના બેકગ્રાઉન્ડમાં અંગ્રેજી ગીત- 'કાશ તુમ યહાં હોતે' વાગી રહ્યું છે. અનેક લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે તો અનેક લોકો ટ્રોલ કરી રહ્યા છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે