ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર સુરેશ રૈનાએ ક્રિકેટના તમામ ફોરમેટમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી છે. અગાઉ ધોનીના સન્યાસ બાદ 15 ઓગસ્ટ 2020ના રોજ સુરેશ રૈનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફોરમેટમાંથી નિવૃતિ લીધી હતી. પરંતુ આજે સુરેશ રૈનાએ તમામ ક્રિકેટ ફોરમેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે.
સુરેશ રૈનાએ સોશિયલ મીડિયામાં સન્યાસની માહિતી ફેન્સને આપી હતી. આંતરાષ્ટ્રીય ફોરમેટમાંથી સન્યાસ બાદ સુરેશ રૈના ઉત્તર પ્રદેશ અને IPLમાં ક્રિકેટ રમતા હતા. સુરેશ રૈના IPL 2022માં કોઈ ફ્રેન્ચાઈઝી માટે ક્રિકેટ નહોતા રમ્યા.
ટ્વીટર પર ફેન્સને સંન્યાસની જાણકારી આપી
સુરેશ રૈનાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, "દેશ અને ઉત્તરપ્રદેશ રાજ્ય માટે ક્રિકેટ રમવું મારા માટે ગર્વની વાત હતી. હું હવે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છું. સાથે જ હું બીસીસીઆઈ, યૂપી ક્રિકેટ એસોસિયેશન અને આઈપીએલ ટીમ CSK અને રાજીવ શુક્લાનો આભાર માનું છું. મને સપોર્ટ કરવા બદલ મારા ફેન્સનો ખૂબ ખૂબ આભાર."
સુરેશ રૈનાની ક્રિકેટ સફર
35 વર્ષીય લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન સુરેશ રૈનાએ 2002માં અંડર 19માં ડોમેસ્ટિક મેચ રમવાનું શરૂ કર્યું હતું. 2003માં સુરેશ રૈનાએ રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. IPL 2010માં રૈનાને બેસ્ડ ફિલ્ડરનો એવોર્ડ મળ્યો હતો. વર્ષ 2010માં સુરેશ રૈનાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 2011 ક્રિકેટ વર્લ્ડ કપમાં પણ સુરેશ રૈનાએ બેટિંગ અને ફિલ્ડિંગથી પોતાનું નામ ચમકાવ્યું હતું. ફેન્સના જણાવ્યા મુજબ સુરેશ રૈના સારા બેટ્સમેન, સ્પિનર અને ફિલ્ડર હતા.