લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. 26 બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. નામ જાહેર થયા બાદ અનેક જગ્યાઓ પર ઉમેદવારોએ પ્રચાર શરૂ પણ કરી દીધો છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે જેમાં ભાજપના કાર્યકર્તા કાર્યક્રમમાં ખુરશી માટે ફોન કરી રહ્યા છે અને મંડપ વાળા ના પાડી રહ્યા છે અને કહે છે જૂના હિસાબના પૈસા આપો અને પછી જ નવી ખુરશીઓ મળશે...
કાર્યક્રમ માટે ખુરશીનો ઓર્ડર આપવા કર્યો હતો ફોન
સોશિયલ મીડિયા પર અનેક એવા ઓડિયો ક્લીપ, વીડિયો વાયરલ થતા હોય છે જે એકદમ રસપ્રદ હોય..! ત્યારે ચૂંટણી ટાણે એક ઓડિયો મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં ભાજપના કાર્યકર્તા મંડપ વાળા સાથે વાત કરી રહ્યા છે મંડપ લગાવવા માટે. જે ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે જેમાંસુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ચંદૂભાઈ શિહોરાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારનો એક કાર્યક્રમ થવાનો હતો, ખુરશીઓ માટે કાર્યકર્તા ડેકોરેશન વાળાને ફોન કરે છે અને ખુરશીઓ મંગાવે છે. પરંતુ મંડપવાળા ખુરશી આપવાની ના પાડી દે છે અને આગળનો હિસાબ ચૂકવવા માટે કહે છે.
ચૂંટણી નજીક આવતા આવા અનેક વીડિયો સામે આવશે.. !
ઉલ્લેખનિય છે કે ગામડામાં જ્યારે આવા કાર્યક્રમો થવાના હોય ત્યારે લોકોને ભેગા કરવા માટે આવા ડેકોરેશન વાળાને જાણ કરવામાં આવતી હોય છે. ડેકોરેટર વાળાને લોકો ભેગા કરવાની જવાબદારી આપી દેવામાં આવતી હોય છે. મહત્વનું છે કે આવી ઘટનાઓ અનેક વખત બનતી હશે!