સુરેન્દ્રનગરઃ ચોટીલાના ઝીંઝુડા ગામે પ્રેમી યુગલે મોતને વ્હાલુ કર્યું, યુવતીએ લખ્યું ' યુવકને હું ભગાડી લાવી છું....'


  • Published By :
  • Published Date : 2023-11-29 22:15:23

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે આવેલા મંદિરના ઝાડ પર પ્રેમીયુગલના મૃતદેહ લટકેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ પ્રેમીજોડાએ ઘરેથી ભાગીને અહીં આવી મોતને વ્હાલુ કર્યું હતું. આ મામલે મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના સુલતાનપુર ગામના પ્રેમી યુગલ આજથી બે દિવસ પહેલા પોતાના ઘરેથી બંને નાસી છુટ્યા હતા. આ પ્રેમી યુગલે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે આવેલા મંદિરના ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી.  પોલીસે બંનેના પરિવારને જાણકારી આપી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.






રૂ.50ની નોટ પર લખી સ્યુસાઈડ નોટ


આ મામલાની જાણ થતાં ચોટીલા પોલીસ મથકના કાફળો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં યુગલ પાસેથી 50 રૂપિયાની ચલણી નોટ મળી આવી હતી, જેના પર લખાણ મળી આવ્યું હતું કે, યુવકને હું ભગાડી ગઈ છું. યુવક મને નથી ભગાડી ગયો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ વિશાલ પાટડીયા અને યુવતીની ઓળખ સપના સીસોણદા તરીકે થઈ છે, જેઓ સુલતાનપુર ગામમાં રહેતા હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો પોલીસે બન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ચોટીલાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?