ગુજરાતમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે ત્યારે કેટલાક તાલુકા એવા પણ જ્યાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. તેમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં મૂશળધાર વરસાદ થતાં જનજીવન ખોરવાયું છે. ચુડા તાલુકામાં છેલ્લા 12 કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે ચુડાનો વાસલ ડેમ ઓવરફલો થયો હતો. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી ભરતા સ્થાનિકોને દુર ખસી જવા સુચના આપવામાં આવી છે. ચુડામાં આભ ફાટતા વીજ પુરવઠો ખોરવાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
કપાસના પાકને નુકશાન
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના ઉભા પાકોને નુકસાન થયા હોવાનું સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો જણાવી રહ્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે 6,00,000 હેક્ટર જમીનમાં કપાસનો ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ કપાસ વિણાટ શરૂઆત કરવામાં આવતી હોય તેવા સમયે વરસાદ આવતા ખેડૂતોના કપાસના પાકને નુકસાન થયું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ તાલુકામાં મેઘ મહેર
સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ તાલુકામાં મોડી સાંજે વરસાદનું આગમન થયુ હતુ. જેમાં લખતરમાં 1 ઈંચ, દસાડા અને વઢવાણમાં અડધા ઈંચથી વધુ વરસાદ પડયો છે. જયારે મૂળી અને લીંબડી તાલુકામાં સામાન્ય વરસાદી ઝાપટા પડયા હતા.