સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દેવપરા ગામ નજીક ગેરકાયદેસર કોલસાની ખાણમાં ગેસ ગળતર થતા ત્રણ મજુરોના મોત થયા છે. મળતી માહિતી મુજબ કોલસાની ખાણમાં કોલસાની ખાણમાં 6 મજૂરો ફસાયા હતા, જેમાં ત્રણના કરૂણ મોત થયા છે. જીલેટીન વડે બ્લાસ્ટિંગ થયા બાદ ગેસ ગળતરની ઘટના બની હતી જેના કારણે 6 શ્રમિકો કોલસાની ખાણમાં ફસાયા હતા. શ્રમિકોને ઝેરી ગેસની અસર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં હજુ પણ ત્રણ મજૂરોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
Surendranagar | દેવપરા ગામે કાર્બોસેલની ખાણમાં ગેસ ગળતર, ત્રણ મજૂરોના કમકમાટીભર્યા મોત નિપજ્યા#surendranagar #devpara #Carbosal #gujarat #breakingnews #jamawat #jamawatupdate pic.twitter.com/aEU38ukyXb
— Jamawat (@Jamawat3) February 15, 2024
કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?
Surendranagar | દેવપરા ગામે કાર્બોસેલની ખાણમાં ગેસ ગળતર, ત્રણ મજૂરોના કમકમાટીભર્યા મોત નિપજ્યા#surendranagar #devpara #Carbosal #gujarat #breakingnews #jamawat #jamawatupdate pic.twitter.com/aEU38ukyXb
— Jamawat (@Jamawat3) February 15, 2024મુળી તાલુકાના દેવપરા ગામની સીમમાં દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં બ્લાસ્ટિંગ દરમિયાન ગેસ ગળતર ૩ પરપ્રાંતીય શ્રમિકોના મોત થયા છે. ઉલ્લેખનિય છે કે અહીં 6 જેટલા શ્રમિકો ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં ખોદકામ કરી રહ્યા હતા તે દરમિયાન જીલેટીન વડે બ્લાસ્ટિંગ થયા બાદ ગેસ ગળતરની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં મુળી પોલીસ સહિતના અધિકારીઓની ટીમે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનિય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના થાન મૂળી અને સાયલા સહિતના ગામોમાં અવારનવાર ખનન ચોરી દરમિયાન મજૂર વર્ગના અકસ્માતોની ઘટના બનતી રહે છે.
પોલીસે શરૂ કરી તપાસ
ત્રણેય મજૂરોની ડેડબોડીને પીએમ માટે મુળી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. હાલમાં ત્રણેય મૃતક મજૂરોનું મુળી સરકારી હોસ્પિટલમા પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. બીજી બાજુ પોલીસ દ્વારા તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે ગેરકાયદેસર ખાણ કોની ચાલતી હતી તે દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે સુરેન્દ્રનગર Dysp હિમાંશુભાઇ દોશીએ જણાવ્યું કે, સુરેન્દ્રનગરના દેવપરા ગામે કાર્બોસેલની ખાણમાં ગેસ ગળતરની ઘટનામાં રાજસ્થાનના ત્રણ મજૂરોના મોત નિપજ્યા છે.