વધુ એક યુવકનું ક્રિકેટ મેચ દરમિયાન હાર્ટ એટેકથી મોત, સુરતના નરથાણ ગામે નિમેષ આહિરના મૃત્યુથી શોકનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-03-05 19:18:14

રાજ્યમાં કોરોના કાળ બાદ યુવાનોમાં હાર્ટ એટેકથી થતા મોતનું પ્રમાણ વધ્યું છે. તેમાં પણ કેટલાક યુવાનો તો ક્રિકેટ કે ફુટબોલ જેવી રમતો રમવા દરમિયાન જ મોતને ભેટી રહ્યા છે. જેમ કે આજે વધુ એક યુવાનનું ક્રિકેટ રમતી વખતે વધુ મોત થયું છે. સુરતના ઓલપાડના નરથાણ ગામે નિમેષ આહિર નામનો યુવક ક્રિકેટ રમતી વખતે જ્યારે ફિલ્ડિંગ કરતો હતો તે દરમિયાન બેભાન થઈ ગયો હતો જો કે બાદમાં તેનું મોત નિપજ્યું હતું. હાલમાં યુવકના મૃતદેહને પીએમ અર્થે સુરત સિવિલ ખસેડાયો છે. યુવકના મોત બાદ નરથાણા ગામ અને આહિર સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યના વિવિધ શહેરોમાં અગાઉ પણ નવયુવાનો મોતને ભેટ્યા છે. 


સુરત


રાજ્યમાં ક્રિકેટ મેચ દરમિયાન યુવકો મોતને ભેટી રહ્યા છે, તે ચિંતાજનક બાબત છે જેમ કે સુરતની આ ઘટના પહેલા પણ રાજ્યમાં પાંચ યુવાનોના મોત થઈ ચુક્યા છે. સુરતના શેખપુર ગામના કિશન પટેલ નામના યુવકનું ક્રિકેટ રમતા રમતા મોત નીપજ્યું હતું.


સુરતમાં જ ક્રિકેટ રમતી વખતે વરાછાના યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયુ હતું. 27 વર્ષિય પ્રશાંત ભરોલીયાને છાતીમાં દુઃખાવો ઉપડ્તા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ 27 વર્ષિય યુવકનું મોત થયુ હતું. 


રાજકોટ


રાજકોટમાં પણ બે યુવકોના મોત નિપજ્યા હતા. શહેરની બે અલગ-અલગ ઘટનામાં ક્રિકેટ અને ફૂટબોલ રમતાં બે યુવકોનું હાર્ટઍટેકના કારણે મોત થયા હતા. એક ઘટનામાં રવિ વાગડે નામના યુવકને રાજકોટના રેસક્રોસ મેદાનમાં ક્રિકેટ રમતી વખતે બોલ છાતીના ભાગે વાગ્યો હતો. ભરત બારૈયા નામનો યુવાન પણ ક્રિકેટ રમ્યા બાદ મોતને ભેટ્યો હતો. તે જ પ્રમાણે જીગ્નેશ ચોહાણ નામના યુવાનને ક્રિકેટ રમ્યા સમયે હાર્ટ એટેક આવ્યો બાદમાં  તેનું પણ મોત નિપજ્યું હતું.


અમદાવાદ


અમદાવાદનો વસંત રાઠોડ નામનો એક યુવક ક્રિકેટ મેચ રમી રહ્યો હતો આ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે મેદાનમાં જ તેનું મોત નીપજ્યું હતું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.