કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે ત્યારે હાર્ટ એટેકને કારણે પણ લોકોના મોત થઈ રહ્યા છે. સાજા લાગતા લોકો ગમે ત્યારે ઢળી પડે છે અને મોતને ભેટી રહ્યા છે. નાની વયે યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યો છે...સુરતથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં બાઈક પર બેસતી વખતે તે અચાનક ઢળી પડ્યો.. યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો જ્યાં હાજર તબીબે યુવાનને મૃત જાહેર કર્યો....
ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા જેમાં....
એક સમય એવો હતો જ્યારે આપણે માનતા કે હાર્ટ એટેક મોટા લોકોને આવે.. પરંતુ ધીરે ધીરે આ વાત ખોટી સાબિત થઈ રહી છે તેવું લાગે છે.. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. ત્યારે એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે સુરતથી છે.. મળતી માહિતી અનુસાર જે વીડિયો સામે આવ્યો છે તે મઢી ગામનો છે. ગેરેજ પર બાલદા ગામનો યુવક બાઈક રિપેર કરાવવા માટે ગેરેજ આવ્યો હતો.બાઈકની સર્વિસ થયા બાદ તે જવા માટે વાહન પર બેઠો અને અચાનક તે ઢળી પડ્યો.. સારવાર અર્થે તે યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનો જીવ બચી ના શક્યો..
હાર્ટ એટેકના વધી રહ્યા છે કિસ્સાઓ
મળતી માહિતી અનુસાર જે યુવકનું મોત થયું છે તેમનું નામ કમલેશ ચૌધરી હતું. કમલેશ ચૌધરીનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું અનુમાન છે.. મૃતક વ્યક્તિ જીઆરડી તરીકે ફરજ બજાવતા.. મહત્વનું છે કે હાર્ટ એટેકને કારણે મોતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના બાદ અનેક લોકોના જીવ હાર્ટ એટેકને કારણે ગયા છે. મહત્વનું છે કે હાલ ગરમીની સિઝન ચાલી રહી છે. ગરમીને કારણે પણ અનેક લોકો બેભાન થઈ રહ્યા છે. હાર્ટ એટેક આવવા પાછળના અનેક કારણો હોય છે.. પૂરતી ઉંઘ ના થવી, સ્ટ્રેસ હોવા જેવી બાબતો..