SURAT:વ્યાજના ચક્રવ્યુહમાં ફસાયેલા મોબાઇલ શોપના વેપારીએ અંતે FB લાઈવ કરી ઝેરી દવા પીધી


  • Published By :
  • Published Date : 2024-01-02 22:09:13

રાજ્યમાં વ્યાજના ચક્રવ્યુહમાં ફસાઈને અંતે મોતને વ્હાલુ કરનારા લોકોની સંખ્યા વધી રહી છે. સુરતમાં પણ આવો જ એક બનાવ બન્યો છે. સુરતના કોસંબામાં મોબાઈલનો વેપાર કરતાં વેપારીએ લેણદારોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને ફેસબુક લાઈવ કર્યા બાદ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, વેપારીએ સ્યૂસાઈડ નોટ પણ લખી હતી, જેમાં કેટલાક લેણદારોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ તો વેપારીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.


શું હતી સમગ્ર ઘટના?


અમીન ફરીદભાઈ મુલતાની કોસંબા ખાતે રહે છે અને અહીં જ મોબાઈલની દુકાન ધરાવે છે. ધંધા માટે અમીન મુલતાનીને 5 વર્ષમાં 60 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતુ. અમીન મુલતાનીએ આજે મોબાઈલ એસેસરિઝની ખરીદી કરવા આવ્યો હતો. જ્યાં લેણદારોએ ફોન કરીને ઉઘરાણી માટે ધમકી આપી હતી. જેથી અમીને સ્યૂસાઈડ નોટ લખીને FB પર લાઈવ થઈ ઝેરી દવા પી લીધી હતી. જે બાદ અજાણ્યા ઈસમો તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં અમીન મુલતાનીના લગ્નને 8 મહિના જ થયા છે, હાલ તેમની પત્ની પ્રેગ્નેન્ટ છે. પત્ની ઉપરાંત અમીનના પરિવારમાં માતા-પિતા, બે બહેન અને એક માનસિક બીમાર ભાઈ પણ છે. જ્યારે પિતા ફરીદભાઈ રૂના ગાદલા અને ઓશિકા બનાવવાનું કામ કરે છે.


વારંવાર ધમકીઓ મળતી હતી


સુરત સિવિલમાં દાખલ અમીન મુલતાનીના સંબંધીઓ જણાવ્યું હતું કે તેણે 50 લાખરૂપિયા ચૂકવી દીધા બાદ પણ કેટલાક લેણદારો તેને ચેક બાઉન્સની ધમકી આપી ઉઘરાણી માટે ફોન પર ધમકી આપતા હતા. આજે પણ લેણદારે ફોન કરીને ધમકી આપતાં અમીન મુલતાણીએ ઝેરી દવા પી લીધી હતી. અગાઉ પણ  મુલતાની પરિવાર દ્વારા કોસંબા પોલીસ મથકમાં અરજી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે કોસંબા પોલીસમાં અરજી કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા અમીને આખરે જીવનથી હારી આવું પગલું ભર્યું છે. અમને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?