Surat : નાના બાળકના હાથમાં થમાઈ દીધું બાઈકનું સ્ટિયરિંગ! વીડિયો થયો વાયરલ, સવાલ થાય કે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-25 16:08:06

જ્યારે એવું કહેવાય છે કે આજની જનરેશન,આજ કાલના બાળકો બગડી રહ્યા છે, મનમાની કરે છે તેવું કહીએ છીએ ત્યારે તેમાં થોડો વાંક માતા પિતાનો પણ હોય છે તેવું કહીએ તો પણ  અતિશયોક્તિ નથી..! જ્યારે આપણે કહીએ છીએ કે બાળક નિયમોનું ભંગ કરી રહ્યો છે ત્યારે સવાલ થાય કે આવું તો તે આપણામાંથી જ શિખ્યો હશેને..અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં નાના બાળકો વાહન ચલાવતા હોય છે ત્યારે સવાલ થાય કે માતા પિતા શું કામ નાના બાળકોને વાહન ચલાવવા આપી દેતા હશે?. સુરતથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં પિતા બાઈક ચલાવવા માટે પોતાના બાળકને આપી દે છે.. 

નાના બાળકના હાથમાં પકડાવી દીધું વાહનનું સ્ટેરિંગ!

અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે.. પ્રતિદિન અકસ્માતના કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે. અનેક વખત એવા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વટ પાડવા માટે મૂકવામાં આવતા હોય છે જે જોખમી હોય છે.. સ્ટંટના અનેક વીડિયો આપણે જોયા છે... રિલ્સના ચક્કરમાં તે લોકો પોતાનો જીવ તો સંકટમાં મૂકે જ છે પરંતુ બીજા લોકોના જીવ પણ સંકટમાં મૂકે છે. સુરતથી એક વીડિયો સામે આવ્યો છે પાંડેસરાનો હોવાનું માનવામમાં આવે છે.. વીડિયો એટલા માટે બતાવવો છે કારણ કે એક પિતાએ જ પોતાના બાળકના હાથમાં બાઇકનું હેન્ડલ આપી દીધું છે અને એ પણ પરવાહ કે ડર વગર! સુરતથી તો અવાર નવાર આવા વીડિયો સામે આવતા રહે છે જેમાં ખુલ્લેઆમ કાયદાનો ભંગ થતો હોય..


જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ?  

હજુ એક બે મહિના પહેલા જ આવો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ઘરના જ કોઈ વડીલ નાના બાળકના હાથમાં વાહનનું સ્ટીયરિંગ આપતા દેખાય છે. એ વીડિયોમાં દેખાતું હતું કે આ બાળકની પાછળ એક વ્યક્તિ બેઠો છે, અને બાળક તે વાહન ચલાવી રહ્યો છે...! એક નાની ભૂલ એક મોટા અકસ્માતને આમંત્રણ આપી શકે છે. પણ અહીંયા તો યાર ડર કોને છે? જે વીડિયોની વાત થઈ રહી છે તે વીડિયો નાનપુરા વિસ્તારનો હતો એ લોકો સામે આગળ કોઈ કાર્યવાહી થઈ કે નહીં ખબર નથી પણ થઈ પણ હોય તો એવી નથી થઈ જેનાથી લોકોમાં ડર બેસે બાકી આપણે ફરી આવા વીડિયો જોવા મળતા રહેશે... 


કાયદો તોડતા બાળક મોટામાંથી જ શિખતો હોય છે..!

નાના બાળકોના હાથમાં જ્યારે વાહન આપવામાં આવે છે ત્યારે એ વાતની ગંભીરતા નથી સમજતા કે જો અકસ્માત સર્જાશે તો શું થશે? નાના બાળકોને જ્યારે આવા વાહનો આપવામાં આવે છે ત્યારે એને તો આની ગંભીરતા નથી ખબર હોતી પરંતુ મોટાઓને તો આની ગંભીરતા ખબર હોય છે..  બાળક જીદ કરે તો એને ચોકલેટ અપાય બાઇક નહીં પછી આજ બાળકો મોટા થઈ કાયદો અને વ્યવસ્થા ભૂલીને બેફામ બને અકસ્માતો કરે અને આપણે જ બૂમો પાડીએ કે આ લોકોના માં બાપ શું કરે છે? ભગવાને જીવન આપ્યું છે તો એનું મૂલ્ય સમજો અને પોતાનો અને બીજાનો જીવ જોખમમાં ન નાખો.. આ લોકો સામે પોલીસ કંઈ કડક એક્શન લે એ આશા...



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?