Surat: જે ભગવાનની ધામધૂમથી પૂજા કરી તે ભગવાનની મૂર્તિની આવી દુર્દશા, દ્રશ્યોએ પહોંચાડી ભક્તોની લાગણીને ઠેસ, જુઓ તસવીર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-25 16:51:03

ગણેશોત્સવની ઉજવણી આપણે હર્ષોલ્લાસ સાથે કરી. ભગવાનને આપણે ઘરે લાવ્યા, અનેક દિવસો સુધી તેમની ભક્તિ સાથે આરાધના કરી. અનેક લોકોએ ગણપતિ બાપ્પાનું વિસર્જન પણ કરી દીધું છે. તો અનેક જગ્યાઓ પર હજી પણ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. અનેક ભક્તોએ ગણપતિની પ્રતિમાનું વિસર્જન પણ કરી દીધું છે. ત્યારે સુરતથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે કદાચ ભક્તોની લાગણીને ઠેસ પહોંચાડી શકે છે. ભક્તોની લાગણી દુભાયએ પ્રકારે ગણપતિ પ્રતમિાનું વિસર્જન કરવામાં આવ્યું છે.સુરતના પાલનપુર પાટિલ કેનાલમાં ગણપતિ બાપ્પાની મૂર્તિઓ રઝળતી હાલતમાં જોવા મળી હતી. 


કેનાલમાં કરવામાં આવ્યું મૂર્તિ વિસર્જન 

આપણે સામાન્ય રીતે કહેતા હોઈએ છે કે કામ પતે એટલે લોકો માણસને ભૂલી જાય છે. ગરજ હોય ત્યારે લોકો આપણને યાદ કરે છે. અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ આ વસ્તુ. ત્યારે કદાચ આ વિચાર ભગવાનને પણ આવ્યો હશે જ્યારે તેમની પ્રતિમાની આવી દુર્ઘશા થાય તો. ગણપતિના ભક્તો અનેક વખત ગણેશજીને પોતાના ઘરે લાવતા હોય છે. ગણેશની પધરામણી ઘરે અથવા તો સોસાયટીમાં કરાવતા હોય છે. કોઈ એક દિવસ માટે બાપ્પાને ઘરે લાવે છે તો કોઈ ત્રણ કે પાંચ દિવસ માટે દાદાને ઘરે લઈને આવે છે. ત્યારે સુરતથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે આપણને દુખી કરી શકે છે. સુરતના પાલનપુર પાટિયા કેનાલમાં ગણપતિ બાપ્પાના મૂર્તિનું વિસર્જન કરવા આવ્યું હતું.



દરેક વખતે આવા દ્રશ્યો જોવા મળે છે....! 

ગણેશોત્સવને લઈ સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. મૂર્તિનું વિસર્જન તળાવ, નહેર કે નદીમાં કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું હતું. કેનાલમાં, નહેરમાં પ્રતિબંધ હોવા છતાંય સુરતમાં અનેક ભક્તોએ મૂર્તિનું વિસર્જન કેનાલમાં કરી જાહેરનામાનો ભંગ કર્યો છે. પરંતુ તો પણ અનેક લોકોએ ખુલ્લેઆમ જાહેરનામાનો ભંગ કર્યો છે. આવા દ્રશ્યો જોઈ ભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે. મહત્વનું છે કે આવા દ્રશ્યો દરેક વખત, દરેક ગણોશોત્સવમાં જોવા મળતા હોય છે. ગણેશોત્સવના અંતિમ દિવસે તો આના કરતા પણ વધારે મૂર્તિઓ આવી હાલતમાં જોવા મળવાની છે.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?