નાની ઉંમરે લોકો મોતને ભેટી રહ્યા છે. સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના મોતના સમાચાર જ્યારે આવે છે ત્યારે વિશ્વાસ નથી થતો. હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ પણ અચાનક મોતને ભેટી રહ્યા છે. ત્યારે આજે સુરતથી સમાચાર સામે આવ્યા કે શાળામાં જ્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા તે દરમિયાન એક વિદ્યાર્થીની અચાનક ઢળી પડી. સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ આ દુનિયાને અલવિદા કહી ચૂકી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
યુવાનોના થઈ રહ્યા છે મોત
જન્મ અને મરણ આપણા હાથમાં નથી. લોકોને કાળ ક્યારે ભરખી જાય છે તે જાણી શકાતું નથી. તંદુરસ્ત દેખાતા યુવાનો પણ ક્યારે અંતિમ શ્વાસ લઈ લે છે તે જાણી શકાતું નથી. તાજેતરમાં આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં યુવાનો મોતને ભેટી રહ્યા છે કારણ કે તેમને હાર્ટ એટેક આવ્યો હોય છે. કોરોના બાદ તો આવા કિસ્સાઓ છાશવારે સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ મોતને ભેટી રહ્યા છે જે એક ચિંતાનો વિષય છે. થોડા દિવસ પહેલા ગરબાની પ્રેક્ટિસ દરમિયાન જામનગરના 19 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈકાલે પણ એ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો હતો.
ક્લાસમાં ભણતી વિદ્યાર્થીની અચાનક થઈ બેભાન અને થયું મોત
ત્યારે સુરતમાં એક વિદ્યાર્થીનીનું મોત થયું છે. ગોડાદરા વિસ્તારમાં આવેલી સ્કુલમાં અભ્યાસ કરતી 13 વર્ષની વિદ્યાર્થીની ચાલુ ક્લાસમાં અચાનક ઢળી પડી. અચાનક બેભાન થઈ. તાત્કાલિક સારવાર મળે તે માટે વિદ્યાર્થીનીને હોસ્પિટલ લઈ જવામાં આવી. પરંતુ તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું, દીકરીની અચાનક ચીર વિદાયથી પરિવાર શોકમગ્ન છે. શોકમાં પરિવાર ડૂબી ગયો છે. વિદ્યાર્થીની અચાનક બેભાન કેમ થઈ તે અંગે જાણવા માટે તપાસ થઈ રહી છે.
હાર્ટ એટેકના આ છે લક્ષણ!
એવી આશંકા છે કે વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોઈ શકે છે. દિલ કામ કરતું બંધ થઈ ગયું હોય તેવી એક સંભાવના છે. હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને જોતા આ શક્યતાને નકારી ન શકાય. જો તમને પણ આ લક્ષણો દેખાય તો સાવધાન થઈ જજો...