રોંગ સાઈડ પર આવવાને કારણે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે. એવા અનેક કિસ્સાઓ છે જેમાં રોંડ સાઈડ આવતા વાહનને કારણે એસ્ડિન્ટ થાય છે અને લોકોના મોત થાય છે. ત્યારે સુરતમાં લોકો રોંગ સાઈડ પર ન આવે તે માટે એક વ્યક્તિ જેમનું નામ પિયુષ ધાનાણી રસ્તા પર ઉભા રહી રોંગ સાઈડ આવતા વાહનચાલકોને પાછા વાળે છે.સુરતમાંએ સામાજીક કાર્યકર બની ચાર રસ્તા પર કે પછી જ્યાં લોકો નિયમોનું ઉલંઘન કરતાં હોય કે પછી રોંગ સાઈડ પર ગાડી ચલાવતા હોય ત્યાં ઉભા રહી જાય છે. પિયુષ ધાનાણી સોશિયલ મીડિયા પર તો એક્ટિવ છે પરંતુ તેમની ચર્ચા એટલા માટે થવા લાગી કારણ કે તેમને ચાર લોકોએ માર માર્યો છે.
રોંગ સાઈડ પર આવતા લોકોને રોકે છે પિયુષ ધાનાણી
થોડા સમય પહેલા પીએમ મોદી જ્યારે સુરત આવ્યા હતા ત્યારે તેમણે હળવા અંદાજમાં સુરતીઓને શીખામણ આપી હતી કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. રોંગ સાઈડ પર વાહનો આવવાને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે અને લોકોના મોત થાય છે. ન માત્ર રોંગ સાઈડ પર આવવાને કારણે પરંતુ કાયદાનો ભંગ કરવાને કારણે પણ અનેક દુર્ઘટના સર્જાય છે. ત્યારે સુરતમાં પિયુષ ધાનાણી નામના સામાજીક કાર્યકર્તા રોંગ સાઈડ પર આવતા લોકોને રોકે છે અને તેમને કાયદાના પાઠ ભણાવે છે. ગઈકાલે તેઓ વરાછા પહોંચ્યા હતા. ત્યાં તેમણે લોકોને રોક્યા હતા. અચાનકથી અમુક લોકો આવ્યા અને તેમને મારવા લાગ્યા.
પિયુષ ધાનાણી પર ધોળા દિવસે થયો હુમલો
તે માત્ર કાલે નહીં પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ રીતે રોજ રસ્તા પર ઉભા રહે છે અને લોકોને સમજાવાની કોશિશ કરે છે કે કાયદાનું પાલન કરવું જોઈએ. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તેમણે ચાવી લઈ લીધી હતી. તે બાદ મારામારી પણ થઈ હતી. તે બાદ તેમણે માગ કરી કે તેમને ન્યાય આપવામાં આવે. અનેક કલાકો સુધી તેઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા રહ્યા. મળતી માહિતી અનુસાર જે લોકોએ તેમની પર હુમલો કર્યો તેમની ધરપકડ થઈ ગઈ છે.
સોશિયલ મીડિયા પર અનેક વીડિયો પિયુષ ધાનાણી મુકે છે!
પિયુષ ધાનાણીની વાત કરીએ તો પિયુષભાઈ આના સિવાય ઘણા વિડીયોઝ બનાવે છે. ફેસબુક પર મુકે પણ છે અને ઘણી બધી વાર એમની ટીકા પણ થઈ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે એ માત્ર વ્યૂઝ માટે આ બધું કરતા હોય છે. જે રીતના વીડિયો બનાવી અમે લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ એ રીતના વીડિયો બનાવે છે.
એક વીડિયોને કારણે આવ્યા હતા વિવાદમાં!
એક એવો કિસ્સો પણ ચર્ચામાં આવ્યો હતો એ કેવો વીડિયો ચર્ચામાં આવ્યો હતો કે જેમાં પિયુષભાઈ પોતાના મિત્રને રોકતા હોય છે અને કહેતા હોય છે કે તમે અહીંયાથી પાછા વળી જાવ.રોંગ સાઈડ નહીં જવાય અને પછી એવું કહેતા દેખાય છે કે સારું તમારો વીડિયોની ઉતારું. તમે અહીંયાથી વળી જાવ ત્યારે સૌથી વધારે એમની ટીકા કરવામાં આવી હતી કે પોતાના દોસ્ત આવ્યા એટલે એમણે પ્રામાણિકતા મૂકી અને એમને રોંગ સાઈડ જવા દીધી એ વાત કેટલી સાચી અને કેટલી ખોટીએ તો પિયુષભાઈ જાણે.
પિયુષ ધાનાણી પર થયો હુમલો
ગઈકાલે જે થયું એની ટીકા કેમ ન કરવામાં આવે. પિયુષભાઈ પોતાના વીડિયો બનાવવા માટે આ કરી રહ્યા છે કે સમાજ સુધારવા માટે આ કરી રહ્યા છે જેના માટે પણ કરતા હોય પરંતુ તે સમાજ સુધારવાનું કામ કરી રહ્યા છે. આપણે કેમ નથી સુધરવા માંગતા કોઈ આપણને સમજાવી રહ્યું છે કે રોંગ સાઈડ નથી જવાનું કોઈ માણસ ત્યાં ઉભા રહી અને રસ્તા વચ્ચે લડે છે.
લોકો રસ્તાને પોતાના બાપનો બગીચો સમજીને બેઠા છે!
રોંગ સાઈડ પર જતા લોકોને રોકી શકવું મુશ્કેલ છે. આપણને એવું લાગે છે કે આપણા પપ્પાનો રસ્તો છે આપણે મરજી પડી એમ ગાડી ચલાવીએ છીએ. તથ્ય પટેલનો કિસ્સો હોય કે પછી અમદાવાદના શિવરંજનીમાં જે થયું હોય. આપણે બધાને ટ્રાફિકના નિયમોની કોઈ પડી જ નથી પડી. જ્યારે આપણને ટ્રાફિક રુલ્સ ખબર હોય મોટાભાગના લોકોને ટ્રાફિક રૂલ્સ ખબર જ નથી હોતી ટ્રાફિક સાઈન્સ પણ ખબર નથી હોતી. મહત્વનું છે કે એક આપણે સુધરવા નથી માગતા અને જો કોઈ આ કામ કરે છે તો તેમને વિરોધનો સામનો કરવો પડે છે.