Surat : SMCના અધિકારીઓએ કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ જમાવી? જાગૃત નાગરિકે પાડી રેડ અને પછી અધિકારીઓ... જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-22 10:53:25

અનેક વખત એવું કહેવાય છે કે નાગરિકોએ જાગૃત થવાની જરૂર છે.. જો નાગરિક જાગૃત હશે તો સિસ્ટમમાં ફેરબદલ આવી શકે છે.. પોતાના હક માટે, ખોટુ થતું હોય ત્યાં અવાજ ઉપાડશે તો સિસ્ટમમાં થોડો ઘણો ચેન્જ આવી શકે છે.. નાગરિક જાગૃત થાય ત્યારે શું થઈ શકે છે તેનું ઉદાહરણ સુરતથી સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જાગૃત નાગરિક દ્વારા ઉતારવામાં આવ્યો છે. 

જાગૃત નાગરિકે રેડ પાડી અને..!

સુરત મહાનગર પાલિકાના અધિકારીઓએ શહેરના કતારગામ સિંગણપુરમાં દારૂની મહેફિલ જમાવી હતી. મહેફિલની મજા માણતા અધિકારીઓનો વીડિયો જાગૃત નાગરિકે ઉતાર્યો. નાગરિક વીડિયો બનાવી રહ્યો હતો.  ત્યારે દારૂની મહેફિલ માણી રહેલા અધિકારીઓ ઉભી પૂંછે ભાગી ગયા. મળતી માહિતી અનુસાર સિંગણપુર વિસ્તારમાં આવેલા તરણકુંડની અંદર રાત્રે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દારૂની મહેફિલ કરતા હતા અને જાગૃત નાગરિકે રંગેહાથે ઝડપ્યા હતા. આ જાગૃત નાગરિકે અચાનક જ ઓફિસની અંદર પહોંચી તમામ અધિકારીઓ અને કર્મચારીઓને દારૂ પીતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. 



પોલીસ ઘટના સ્થળ પર આવી અને શરૂ કરી કાર્યવાહી!

જે અધિકારીઓ આ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે તેમની વાત કરીએ તો તેમાં એક ઈન્સ્પેક્ટર, કોન્ટ્રાક્ટરની સાથે સાથે એક ચોકીદાર પણ સામેલ હતા. દારૂની મહેફિલ માણનારાઓમાં મ્યુનિસિપલ અધિકારીઓ છે ઉપરાંત વર્ગ 3 અધિકારીઓ છે તેવી માહિતી સામે આવી છે. આ માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળ પર આવી પહોંચી.. તમામ અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એવી માહિતી સામે આવી છે કે 4 અધિકારીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 5 અધિકારીઓની પોલીસે અટકાયત કરી લીધી છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. 


અનેક વખત ઉડ્યા છે દારૂબંધી કાયદાના લીરેલીરા

મહત્વનું છે ગુજરાત માટે કહેવાય છે આપણું રાજ્ય ડ્રાય સ્ટેટ છે.. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. પરંતુ તે કાયદાનો અમલ કેટલો થાય તે આપણે જાણીએ છીએ.. દારૂબંધી કાયદાના રોજ ધજાગરા ઉડે છે. અનેક એવા વીડિયો આપણી સામે છે જેમાં દારૂબંધી કાયદાના લીરેલીરા ઉડતા હોય.. પોલીસને પણ મુખ્યત્વે ખબર હોય છે કે દારૂ ક્યાં વેચાય છે, કોણ દારૂ વેચે છે વગેરે વગેરે,... 




નાગરિકે જાગૃત થવાની જરૂર છે કારણ કે... 

પરંતુ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી. સિસ્ટમ પર વિશ્વાસ રાખીને બેસી ના રહેવાય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી... માટે આપણે, નાગરિકે પોતે જાગૃત થવું પડશે.. જ્યાં ખોટું થતું હશે ત્યાં અવાજ ઉઠાવવો પડશે.. અનેક નાગરિકો એવા હશે જે અવાજ ઉઠાવતા હશે પરંતુ અનેક એવા માણસો પણ હશે જે ખોટું સહન કરતા હશે કદાચ એમ માનીને કે આપણે કેટલા ટકા! ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો... 

 



ગઈકાલે બ્રિટેનમાં સત્તા પરિવર્તન થઈ.. ઋષિ સુનકની પાર્ટીની હાર થઈ અને લેબર પાર્ટીનો વિજય થયો. ત્યારે આજે ઈરાનમાં થયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું છે.. ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. એટલે હવે ઈરાનમાં સૂદ પેઝેશ્કિયન રાજ જોવા મળવાનો છે..

પ્રેમમાં પાગલ અનેક લોકો હોય છે. પ્રેમીઓ એક બીજાના વિચારોમાં જ ખોવાયેલા દેખાતા હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના.

ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જે બાદ જલ્દી જ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે તેવી સંભાવના છે. ગઈકાલે કારોબારી બેઠક દરમિયાન સી.આર.પાટિલે પોતાના ભાષણમાં ઘણા એવા મુદ્દા પર વાત કરી જે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી બાદ ફરી એક વાર સી.આર.પાટિલે ક્ષત્રિય સમાજને યાદ કર્યો છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર આપેલા નિવેદનને લઈ ગત 2 જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામ- સામે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ હવે રાહુલ ગાંધી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી રહ્યા છે.