ગુજરાતના અનેક શહેરોમાં આજકાલ ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા અરવલ્લી નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે સુરતમાં મોડી રાત્રે ધરતીકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર 3.8 તીવ્રતાના ધરતીકંપના આંચકા આવ્યા હતા. સુરતથી 27 કિ.મી દૂર ભૂકંપનું કેન્દ્રબીંદુ નોંધવામાં આવ્યું હતું. ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો હતો.
મોડી રાત્રે અનુભવાયા ભૂકંપના આંચકા
તુર્કી તેમજ સીરિયામાં ભૂકંપે તારાજી સર્જી હતી. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થતો રહે છે. થોડા સમય પહેલા અમરેલીના 10 ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા ગત મોડી રાત્રે રિક્ટર સ્કેલની તીવ્રતા 3.8 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર બીદું સુરતથી 27 કિમી દૂર નોંધાયું હતું. આખા સુરત જિલ્લામાં આ ભૂકંપનો અનુભવ થયો હતો. રાત્રીના 12.51 વાગ્યાની આસપાસ ધરા ધ્રૂજી હતી. ધરતીકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં ડર જોવા મળ્યો હતો.
અવારનવાર ધરા ધ્રૂજતા લોકોમાં ભય
થોડા દિવસો પહેલા કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. તેની તીવ્રતા 3.0 નોંધાઈ હતી. સતત બીજા દિવસે પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. તે સિવાય થોડા દિવસો પહેલા અરવલ્લીના 10 ગામોની ધરા પણ ધ્રૂજી હતી. ગુજરાતના અનેક શહેરોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થતા લોકો ભયભીત જોવા મળ્યા છે.