ગરબા અને ગુજરાતને એક બીજાના પર્યાય ગણવામાં આવે તો અતિશ્યોક્તિ ન કહેવાય. ગરબા અને ખાણી-પીણીના શોખીન હોવાને કારણે ગુજરાતીઓ જગપ્રખ્યાત થયા છે. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ મ્યુઝિક પર, કોઈ પણ સમયે ગરબા કરવા ગુજરાતીઓ ઉત્સુક હોય છે. જ્યાં અને જ્યારે પણ મોકો મળે ત્યારે ગરબા કરવામાં ગુજરાતીઓ પાછા પડતા નથી. આવી જ એક ઘટના સુરતમાં જોવા મળી હતી, જ્યાં તેઓ સ્વીમિંગ પુલમાં ગરબા કરતા નજરે પડ્યા હતા.
સ્વીમિંગ પુલમાં જામી ડાંડિયાની રમઝટ
ગરબાને સૌથી લાંબો ચાલતો ડાન્સ ફેસ્ટિવલ ગણવામાં આવે છે. આમ તો જ્યાં પણ ગુજરાતી વસે છે ત્યાં ગરબા થતા હોય છે. પરંતુ ગુજરાતમાં ગરબાનું વિશેષ મહત્વ રહેલું હોય છે. નવરાત્રિ દરમિયાન અનેક સ્થળો પર ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવે છે. ત્યારે સુરતમાં ગરબાનું આયોજન સ્વીમિંગ પુલમાં કરાયું હતું. સ્વીમિંગ પૂલમાં ડાંડિયા રમી સુરતવાસીઓએ નવરાત્રિની ઉજવણી કરી હતી.