Surat : Gandhinagar GIFTCityમાં મળેલી દારૂની છૂટનો આ રીતે નોંધાવ્યો વિરોધ, દારૂની બોટલો લઈને રસ્તા પર ઉતર્યા! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-25 14:33:50

વિરોધના અનેક વીડિયો તમે જોયા હશે. વિરોધ કરવા માટે બેનરો તેમજ સૂત્રોચ્ચારનો પ્રયોગ લોકો કરતા હોય છે. ત્યારે ગુજરાત સરકારે ગાંધીનગરની ગિફ્ટ સીટી માટે દારૂની છૂટ આપી દીધી છે. આને લઈ વિવાદ છેડાઈ ગયો છે. અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે પરંતુ સુરતથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે અલગ છે. સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને એ પણ દારૂની બોટલો સાથેનો વિરોધ! ત્યારે પ્રશ્ન થાય કે દારૂની બોટલ તેમની પાસે આવી ક્યાંથી?

દારૂની બોટલો સાથે લગાવ્યા નારા 

સુરતથી વિરોધના એવા દ્રશ્યો સામે આવ્યા છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. એ વીડિયો જે પણ જુએ તે એવું જ કહે છે કે ભાઈ આ શું છે? ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટના નિર્ણય સામે સુરતમાં સ્વાભિમાન સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું. સંસ્થાના આગેવાન કિરીટ વાઘેલા સહિતના સભ્યોએ ભાગળ ચાર રસ્તા પર વિરોધ કર્યો હતો. દારૂની બોટલો સાથે રસ્તા વચ્ચે બેસીને નારાઓ લગાવાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે પ્રદર્શન કરનારાઓને અટકાવ્યા હતા.   


દારૂનો વિરોધ કરવા માટે દારૂ લઈને રસ્તા પર આવ્યા!

જબરજસ્ત કહેવાય નહિ કે દારૂનો વિરોધ કરવા માટે તમે જ રસ્તા પર બેસી દારૂની બોટલ લઈ આવો અને એવુ કહો કે દારૂની છૂટી તો હોવી જ ન જોઈએ. તો ભલા માણસ આ સુરતમાં તો દારૂબંધી છે જ. આખા ગુજરાતમાં દારૂબંધી છે તો આ લોકો પાસે દારૂ ક્યાંથી આવ્યો આપણે ભલે કેટલો પણ વિરોધ કરીએ. આપણે માનવું જ પડશે કે ગુજરાતમાં ભલે દારૂબંધી છે પણ સૌથી વધારે દારૂ ગુજરાતમાં વેચાય પણ છે લોકો પીવે પણ છે અને હવે તો રસ્તા વચ્ચે બેસી અને વિરોધ પણ કરે છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...