ડ્રગ્સના પ્રવેશદ્વાર ગુજરાતમાં ગુજરાત પોલીસે ફરીવાર વધુ એક ડ્રગ્સ કનેક્શન પર કામગીરી કરી છે. સુરત પોલીસે મુંબઈથી ડ્રગ્સનું વેચાણ કરનાર યુવકની ધરપકડ કરી છે. સુરત પોલીસે મુંબઈના નાલા સોપારાથી ડ્રગ્સ વેચનારા માતા-પુત્રની જોડીની ધરપકડ કરી છે.
ડ્રગ પેડલર મા-દિકરાની જોડીને પોલીસે ઝડપી
29 સપ્ટેમ્બરે સુરતના પુણા પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી પોલીસે ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. જેના છેડા પોલીસને મુંબઈમાં મળી આવ્યા હતા. સુરત પોલીસે મુંબઈના નાલાસોપારાના કૌશર ઈમરાન અને સફાતખાનની ધરપકડ કરી છે. આ બંને આરોપી મા-દિકરો છે. કૌશર ઈમરાન અગાઉ પણ ચરસ સાથે ઝડપાઈ હતી.
ડ્રગ્સ લઈ રહ્યું છે ગુજરાત
મુંબઈથી ગુજરાતમાં ડ્રગ્સ આવી રહ્યું છે તેનો સીધો મતલબ થાય છે ગુજરાતમાં ડ્રગ્સનું સેવન થઈ રહ્યું છે. જો ગુજરાતમાં ડ્રગ્સનું સેવન ન થતું હોય તો ડ્રગ્સ ગુજરાતથી અન્ય રાજ્યમાં જાય, પરંતુ અહીં ઉંધું છે અહીં અન્ય રાજ્યથી ડ્રગ્સ સીધુ ગુજરાતમાં આવી રહ્યું છે.